ગુજરાત

gujarat

ETV Bharat / state

આ વર્ષે ગુજરાતમાં વરસાદની શરૂઆત વહેલી થઈ, પણ હવે આગળ ચોમાસું કેવું રહેશે ? જાણો.... - gujarat weather update

ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી ગુજરાતવાસીઓને હવે ધીમેધીમે રાહત મળી રહી છે, જૂન મહિનાની શરૂઆત થતાં જ ચોમાસાની ઋતુનો પ્રારંભ શરૂ થઈ ગયો છે. ત્યારે આ વર્ષે ગુજરાતમાં વરસાદની શરૂઆત વહેલી થઈ હોવાનું માનવામાં આવે છે. પરંતુ હવે પરિસ્થતિ કંઈક અલગ લાગે છે. શું છે હવામાન વિભાગનું પૂર્વાનુમાન જાણવા માટે વાંચો આ અહેવાલ. gujarat weather update

આ વર્ષે ગુજરાતમાં વરસાદની શરૂઆત વહેલી થઈ પરંતુ હવે આગળ ચોમાસું કેવું રહેશે
આ વર્ષે ગુજરાતમાં વરસાદની શરૂઆત વહેલી થઈ પરંતુ હવે આગળ ચોમાસું કેવું રહેશે (ETV BHARAT GUJARAT)

By ETV Bharat Gujarati Team

Published : Jun 15, 2024, 11:56 AM IST

ગાંધીનગર: રાજ્યમાં આ વર્ષે વરસાદની શરૂઆત 9-10 જૂનના રોજ થી ચાલુ થઈ ગઈ હતી. જે દર વર્ષ કરતાં વહેલી થઈ હોવાનું માનવામાં આવે છે. પરંતુ હવે વહેલી થયેલી આ વરસાદની શરૂઆત વચ્ચે રોકાઈ ગઈ હોય એવું લાગે છે. ગુજરાતનાં જિલ્લાઓમાં અમુક છૂટછવાયા વિસ્તારોમાં વરસાદ થતો હતો પરંતુ હવે આગળના બે દિવસ દરમિયાન તેની પણ સંભાવના ઓછી જોવા મળે છે.

15 જૂન માટેનું વરસાદનું પૂર્વાનુમાન (ETV BHARAT GUJARAT)

વતાવરણીય પૂર્વાનુમાન:ભારતીય હવામાન વિભાગ દ્વારા વતાવરણીય પૂર્વાનુમાન અનુસાર 15 અને 16 જૂનના રોજ વરસાદની સંભાવના ખૂબ ઓછા જિલ્લાઓમાં દર્શાવવામાં આવી છે. જે અનુસાર 15 જૂનના રોજ અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જ્યારે 16 જૂનના રોજ બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની મહદઅંશે વરસાદ થવાનું પૂર્વાનુમાન છે.

16 જૂન માટેનું વરસાદનું પૂર્વાનુમાન (ETV BHARAT GUJARAT)

વરસાદની શક્યતાઓ ઓછી:જ્યારે 17 જૂનના રોજ બે થી ત્રણ જેટલા જ જિલ્લાઓ જેવા કે ભાવનગર, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના પણ માત્ર મહદઅંશે. આમ જેમ જેમ દિવસો આગળ વધે છે તેમ તેમ વરસાદની શક્યતાઓ ઓછી થતી જે છે. તેથી હવે જોવું રહ્યું કે ગુજરાતમાં આ વર્ષે વહેલો આવેલો વરસાદ કેટલો ટકશે.

17 જૂન માટેનું વરસાદનું પૂર્વાનુમાન (ETV BHARAT GUJARAT)

ચોમાસું દક્ષિણથી ઉત્તર તરફ આગળ વધે છે:અહીં નોંધનીય બબત એ છે કે, ઉત્તર ભારતમાં વરસાદની લોકો રાહ જોઈ રહ્યા છે પણ તેના આગમનના અણસાર ખૂબ ઓછા દેખાય છે. જ્યારે દક્ષિણ ભારતમાં ચોમારની ઋતુ ધમધોકાર શરૂ થઈ ગઈ છે. જેમાં કેરળ તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણાનો સમાવેશ થાય છે. ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ થઈ રહ્યો છે. આમ ચોમાસું દક્ષિણ તરફથી ઉત્તર તરફ આગળ તો વધે છે. હવે એ જોવું રહ્યું કે, ગુજરાત સુધી પહોંચતા કેટલી વાર લાગશે.

ભારતમાં ચોમાસાના આગમનની સંભાવના દર્શાવતો નકશો (ETV BHARAT GUJARAT)
  1. ચોમાસાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખાસ ખબર, ક્યાં કેવો રહેશે વરસાદ ! - Gujarat weather update
  2. નૈઋત્યનું ચોમાસુ હજી પણ ખેડૂતોને જોવડાવશે રાહ, જુલાઈ મહિના સુધી વરસાદની નહીવત શક્યતાઓ... - WETHER FORCAST Junagadh

ABOUT THE AUTHOR

...view details