અમરેલી:ગુજરાતનાં અમુક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં બે દિવસ વરસાદની સંભાવના છે. ત્યારે અમરેલીના બાબરા પંથકમાં વરસાદી તારાજીના દ્ર્શ્યો સામે આવ્યા છે. જેના પરિણામે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. આ સામે દરમિયાન નાના ખેડૂતોની હાલત દયનીય બની છે.
ઉપરાંત ગુજરાત આવીને ખેતી ઉપર નિર્ભર રહેતા પરપ્રાંતીય મજૂરોની હાલત કફોડી થઈ છે. મગફળી કાઢીને તૈયાર રાખેલા ખેડૂતોનના પાકની હાલત દયનીય બની છે. ઉપરાંત મગફળીના પાથરા વરસાદી પાણીમાં તરબતર હોવાના વિડીયો આવ્યા સામે છે.