રાધનપુર: પાટણ જિલ્લામાં ભારે ઉકળાટ અને 2 દિવસ થી પડી રહેલ ભારે ગરમી અને બફારા બાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો.ત્યારે જિલ્લાના રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.એકાએક વાતાવરણ માં પલટો આવતા વરસાદી ઝાપટાને લઇ વાતાવરણ માં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી થી રાહત મળતા હાશકારો અનુભવ્યો હતો.વિસ્તારમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો.રાધનપુર શહેરમાં બજારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં.
પાટણના રાધનપુર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, રાધનપુરમાં ઠેર ઠેર ભરાયા પાણી - Rainfall in rural areas of patan - RAINFALL IN RURAL AREAS OF PATAN
પાટણના રાધનપુર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે રાધનપુર શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં હોવાનું પણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ મેઘમહેરને પગલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. Rainfall in rural areas of Patan
Published : Jul 16, 2024, 2:49 PM IST
રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું ફરી વિરામ બાદ આગમન થયું છે.ત્યારે રાધનપુરના કલ્યાણપુરા, મોટી પીપળી, સાતુન,કમાલપુર શબ્દલપુરા, નજુપુરા, સિનાડ નાનાપુરા , કામલકપુર સહીતનાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નું આગમન થતાં ખેડૂત વર્ગ માટે ખુશીના સમાચાર અને ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે.
પાટણ જિલ્લાના સિધ્ધપુર,રાધનપુર,સાંતલપુર, સમી તાલુકામાં વરસાદ વરસ્યો હતો.અને વરસાદ નું આગમન થતાં ખેડૂતોમાં ખુશી નું વાતાવરણ છવાયું છે.જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.અને મોટા ભાગના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો.જેના જિલ્લાના રાધનપુર તાલુકામાં આશા સાથે અને આતુરતાથી વરસાદ ની રાહ જોતા ખેડૂતો ની આશા બંધાણી છે તો પંથકમાં લોકોએ વરસાદી માહોલ માણ્યો હતો.રાધનપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે તો ભારે ઉકળાટ અને સતત 2 દીવસ થી પડી રહેલ ભારે ગરમીને લઇને વરસાદનું આગમન થતાં પંથકમાં ઠંડક પ્રસરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.