ગુજરાત

gujarat

ETV Bharat / state

આકરી ગરમી માટે તૈયાર રહેજો, આ જિલ્લાઓમાં પડી શકે છે આગઝરતી ગરમી - Gujarat Weather - GUJARAT WEATHER

હોળી બાદ ગરમીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આકરા તાપની સંભાવના વ્યક્ત કરી છે.

આકરી ગરમી માટે તૈયાર રહેજો
આકરી ગરમી માટે તૈયાર રહેજો

By ETV Bharat Gujarati Team

Published : Mar 24, 2024, 7:16 AM IST

આકરી ગરમી માટે તૈયાર રહેજો

જૂનાગઢ:રાજ્યમાં છેલ્લા ત્રણ - ચાર દિવસથી ગરમીનો પારો ઉંચકાઈ રહ્યો છે. બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આકરી ગરમી પડશે તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉનાળાની શરૂઆતમાં જ લોકોને ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી બે દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. દિવસ દરમિયાન તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરે તેવી પણ પૂરી શક્યતાઓ છે.

અલીનીનોની અસરને કારણે વધુ ગરમી:

આ વર્ષને અલનીનોના વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેની વિપરીત અસરો શિયાળા દરમિયાન જોવા મળી. સામાન્ય રીતે પાછલા બે દસકા કરતાં પણ વધુના સમય પછી શિયાળાના દિવસો દરમિયાન ઠંડીનું પ્રમાણ બિલકુલ નહીવત જોવા મળ્યું હતું. હવે ઉનાળાની શરૂઆતના આ દિવસો ખૂબ જ ગરમ બની રહ્યા છે જેને કારણે ઉનાળામાં આકરી અને અંગ દઝાડતી ગરમી પડી શકે છે.

Gujarat Weather

જેમ જેમ ઉનાળો આગળ વધતો જશે તેમ તેમ દિવસ અને રાત્રિના તાપમાનમાં પણ નોંધપાત્ર વધારો થતો જોવા મળશે. ખાસ કરીને દિવસના તાપમાનમાં ખૂબ અને અસહ્ય વધારો થતો જોવા મળી શકે છે. ઉનાળાની શરૂઆતના દિવસે દિવસનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે હજુ આખા ઉનાળાનો સમયગાળો બાકી છે ત્યારે આવનારા આ દિવસો ગરમીની દ્રષ્ટિએ કદાચ ઐતિહાસિક પણ નોંધાઈ શકે છે.

  1. આબોહવા પરિવર્તન, હોળી 2024 પર્વના દિવસોમાં ગરમ હવામાનનું જોખમ વધારી રહ્યું છે - Climate change
  2. Summer 2024: આ વર્ષે દેશમાં પહેલા કરતાં વધુ ભીષણ ગરમી પડવાની સંભાવના - હવામાન વિભાગ

ABOUT THE AUTHOR

...view details