ગાંધીનગર: આગામી સાત દિવસ માટે રાજ્યનું તાપમાન કેવું રહશે? ભારતીય હવામાન વિભાગ દ્વારા પહેલી જૂનના ફોરકાસ્ટ રિપોર્ટમાં કરવામાં આવેલ આ અનુમાનો અનુસાર, આવનારા સાત દિવસ પૈકી બે દિવસ માટે ગુજરાતનાં અમુક જિલ્લાઓમાં માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ચેતવણી મુજબ ગુજરાતનાં ચાર જિલ્લાઓ બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને કચ્છમાં ધૂળની હળવી આંધી આવશે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
આ ચાર જિલ્લાઓને વધુ અસર: આ ચેતવણી પ્રમાણે 2જી જૂન અને 3જી જૂનના રોજ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવનની મહત્તમ સપાટી સાથે હળવા ધૂળનું તોફાન આવવાની શક્યતા છે. જેમાં મુખ્યત્વે આ ચાર જિલ્લાઓને (બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ) વધુ અસર થશે તેવી ધારણા કરવામાં આવી છે.
સાવચેતી રાખવી હિતાવહ: અહી નોંધનીય બાબત એ છે કે, આ સાત દિવસે સપાટી પર પવનની તીવ્રતા 25-30 કિમી પ્રતિ કલાકની રહશે. પરંતુ ચેતવણી દર્શાવતા વિસ્તારોમાં બે દિવસ દરમિયાન પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાકની રહેશે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આ ચેતવણી પ્રમાણે જો ધૂળની આંધી આવશે તો જે તે વિસ્તારના લોકો માટે તે સમસ્યારૂપ થઈ શકે છે. જેથી આ બે દિવસ દરમિયાન ઘરની બહાર નીકળતા વધારે સાવચેતી રાખવી હિતાવહ રહશે.
2જી જૂન અને 3જી જૂનના રોજ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવનની મહત્તમ સપાટી સાથે હળવા ધૂળનું તોફાન આવવાની શક્યતા (Etv Bharat Gujarat) અન્ય 22 જિલ્લાઓમાં વાતાવરણ સામાન્ય:સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને બનાસકાંઠા સિવાયના જિલ્લાઓમાં એટલે કે અન્ય 22 જિલ્લાઓમાં વાતાવરણ સામાન્ય રહશે. જયારે સપાટી પર પવનની ઝડપ આ જિલ્લાઓમાં આ સાત દિવસ દરમિયાન 25-30 કિમી પ્રતિ કલાક રહેશે. આથી હવામાન વિભાગ દ્વારા માત્ર ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે.
- હિંદ મહાસાગરનું ઉષ્ણતામાન - શું આપણે કોઈ ટિપીંગ પોઈન્ટની નજીક આવી રહ્યા છીએ? - alarming view for the world
- બિહારમાં ભયાનક હીટવેવ, ગરમીના કારણે 80ના મૃત્યુ - Heatwave Deaths Bihar