અમદાવાદ:ગુજરાતમાં ચોમાસાની ઋતુ છેલ્લા થોડા સમયથી ધીમી ચાલતી હતી. છેલ્લા અઠવાડિયે રાજ્યના અમુક જ જિલ્લાઓમાં છૂટા છવાયા વિસ્તારોમાં જ વરસાદ વરસ્યો હતો. જો કે ભારે વરસાદ છેલ્લા અઠવાડિયે ભાગ્યે જ જોવા મળ્યો હતો. પરંતુ હવે ગુજરાતમાં ચોમાસનું જોર વધ્યું છે.
17 જુલાઈ માટે ભારતીય હવામાનનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat) ભારેથી અત્યંત ભારે વરસાદ:ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર રાજ્યમાં ભારે તેમજ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઓરેન્જ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આજ રોજ એટલે કે 17 જુલાઇએ ગુજરાતનાં છ જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. જેમાં દ્વારકા, જુનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથનો સમાવેશ થાય છે.
18 જુલાઈ માટે ભારતીય હવામાનનું પૂર્વાનુમાન (Etv Bharat Gujarat) ભારે વરસાદનું પૂર્વાનુમાન: બીજા દિવસે પણ આ સ્થિતિ યથાવત રહેશે. એટલે કે 18 જુલાઇએ પણ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢમાં ભારે તેમજ અત્યંત ભારે વરસાદનું પૂર્વાનુમાન છે.
ઓરેંગ અલર્ટ: જ્યારે ભારતીય હવામાન વિભાગ અનુસાર, 19 જુલાઇએ ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ઉત્તર-પૂર્વ ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. પૂર્વાનુમાન અનુસાર 115.6 થી 204.4 મિલીમીટર (4.5 ઇંચ થી 8 ઇંચ) વરસાદ વરસશે.
- થોડા દિવસોની શાંતિ બાદ હવે ચોમાસું ફરી જોર પકડશે, જાણો ક્યારે અને કયા થશે વરસાદ ? - gujarat WEATHER FORECAST
- ટૂંકા વિરામ બાદ પોરબંદરમાં મેઘરાજની ફરી એન્ટ્રી, મિયાણી ગામે એક વ્યક્તિ પર વીજળી પડી - Porbandar Weather Update