ગુજરાત

gujarat

ગુજરાતનો કુલ સરેરાશ વરસાદ 31 ટકાથી વધુ, સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ વરસાદ નોંધાયો - Gujarat weather update

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 2:48 PM IST

ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 108 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ ગુજરાતના પાંચ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ
ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ (ETV Bharat)

ગાંધીનગર :રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા મળતા અહેવાલ મુજબ આજે 16 જુલાઈ, મંગળવારના રોજ સવારે 6.00 કલાક સુધીમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં 7 ઇંચ, નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, નાંદોદ તાલુકામાં 5-5 ઇંચ કરતા વધુ તેમજ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં અને નવસારીના ચીખલી તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યનો સરેરાશ વરસાદ :ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 31.93 ટકા નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 39.74 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ ઝોનમાં 39.10 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 37.65, પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 22.26 જ્યારે ઉત્તર ગુજરાત ઝોનમાં 21.52 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

પાંચ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ :આ ઉપરાંત લીલાયા, મહુવા, વિજયનગર, સાવરકુંડલા, ગોધરા, પલસાણા તાલુકામાં 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સિનોર, અમરેલી, ગોંડલ, રાધનપુર, આણંદ, ભિલોડા, તારાપુર, નવસારી, હિંમતનગર, વિસાવદર, લખતર, જેસર અને અંજાર તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. મેઘરજ, મહેસાણા, બેચરાજી, મુન્દ્રા, કરજણ, અમદાવાદ શહેર, ઈડર, જલાલપોર, તળાજા, ખંભાત, સંતરામપુર, લીંબડી, વઢવાણ, ગળતેશ્વર, પેટલાદ અને વસો તાલુકાના દોઢ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ :આ ઉપરાંત સિદ્ધપુર, ભુજ, ગાંધીધામ, સાવલી, મહેમદાવાદ, સંજેલી, જાફરાબાદ, બાવળા, પ્રાંતિજ, કોડીનાર, વાઘોડિયા, નડીઆદ, ખાનપુર, કેશોદ, ધોળકા, સોજીત્રા, સાણંદ, સંખેડા, ખેરાલુ અને સમી તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે જૂનાગઢ, જૂનાગઢ શહેર, બોડેલી, વંથલી, ડેડીયાપાડા, ડેસર, ધારી, માંગરોળ, કલ્યાણપુર, બગસરા, માલપુર, વીરપુર, જોટાણા, દહેગામ, સુબીર, લુણાવાડા, ફતેહપુર, ચુડા, ચાણસ્મા, ઝાલોદ, માતર, વિસનગર જેતપુર અને માંડલ એમ કુલ 21 તાલુકામાં અડધા ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

  1. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ : ઉમરપાડામાં સૌથી વધુ, જાણો 61 તાલુકાઓની સ્થિતિ
  2. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ : દાંતામાં સૌથી વધુ વરસાદ , જાણો 52 તાલુકાઓની સ્થિતિ

ABOUT THE AUTHOR

...view details