સુરત: હાલ સમગ્ર દેશમાં દિન પ્રતિદિન સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. ગઠીયા કોઈને કોઈ રીતે આર્થિક ફાયદો લેવા લોકો સાથે ઠગાઈ કરતા હોય છે અને તે સૌથી વધુ સહારો સોશિયલ મીડિયાનો લેતા હોય છે. ત્યારે હવે ગઠીયાઓએ લોકોને ઠગવા માટે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ફેક એકાઉન્ટ બનાવી દીધું છે. જે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ધ્યાને આવતા તેઓએ કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરવા અપીલ કરી છે અને એકાઉન્ટ રિપોર્ટ કરવા જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બન્યું (Etv Bharat gujarat) જાણીતા લોકોના ફેક એકાઉન્ટમાં વધારો:સોશિયલ મારફતે સાયબર ક્રાઈમના કેસમાં વધારો થઈ જવા પામ્યો છે. ત્યારે જાણીતા ચહેરાઓના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બનાવવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આવી જ ઘટના હવે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બની છે. તેમના નામનું ફેસબુકમાં એક એકાઉન્ટ બન્યું હોય તેમ તેમણે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં સ્ટેટસ મૂકીને ફેક આઈડી પરથી રીક્વેસ્ટ કે મેસેજ આવે તો એકાઉન્ટને રિપોર્ટ કરવા અપીલ કરી છે.
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બન્યું (Etv Bharat gujarat) ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી છેતરપિંડી: મોટા પ્રમાણમાં લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે, ત્યારે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. ફેસબુક દ્વારા છેતરપિંડી કરનારા ગઠીયાઓ સામાન્ય લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. સ્કેમર્સ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને લોકોને તેના ફ્રેન્ડ અને સંબંધીઓના નામે નિશાન બનાવી રહ્યા છે. ગઠિયાઓ ફેક ફેસબુક આઈડી બનાવી મદદના નામે લોકોને લૂંટી રહ્યા છે. અગાઉ પણ ગુજરાતમાં ઘણા નેતાઓ અને પોલીસના ફેક એકાઉન્ટ બની ચૂક્યા છે.
યોગ્ય કાર્યવાહી કરવા એકાઉન્ટને રિપોર્ટ કરો:ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકવામાં આવ્યું. જેમાં લખ્યું છે કે, મારા નામનો ઉપયોગ કરીને બનાવાયેલા નકલી ફેસબુક આઈડીને લગતી સમસ્યા વિશે જાણ કરવા માંગુ છું. જો તમને આ ફેક એકાઉન્ટમાંથી મેસેજ અથવા ફ્રેન્ડ રીક્વેસ્ટ મળે છે, તો તેની સાથે જોડાશો નહીં અને યોગ્ય કાર્યવાહી માટે એકાઉન્ટને રિપોર્ટ કરો.ETV ભારતસાથેની વાતચીતમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, તેમનું એકાઉન્ટ હેક નથી થયું. પરંતુ તેમનું નકલી ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે.
- વ્યાયામ શિક્ષકોએ કાયમી ભરતીની માંગણી સાથે ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું - Physical education teachers protest
- પાલનપુર નગરપાલિકાની સભામાં વિપક્ષે વોકઆઉટ કર્યું, ભ્રષ્ટાચારના બેનર પહેરીને રોડ પર ઉતર્યા - Opposition walkout in Assembly