230 કરોડનું પ્રતિબંધિત ડ્રગ્સ રો-મટીરિયલ ઝડપાયું, 13 ઝડપાયા અમદાવાદઃ ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારી દ્વારા ATS અધિકારીઓને આતંકવાદ, નાર્કોટીક્સ તથા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ જેવા ગંભીર ગુનાઓને રોકવાની કામગીરી માટે સૂચના અપાઈ હતી. આ સૂચના અન્વયે ATS ગુજરાત દ્વારા નાર્કોટીક્સ, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સર્વેલન્સ રાખવામાં આવ્યું હતું.
ડ્રગ્સનો કાળો કારોબાર ઉજાગર થયો ચોક્કસ બાતમીઃ નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીને બાતમી મળેલ કે, મનોહરલાલ કરસનદાસ ઐનાની, રહેઠાણ થલતેજ, અમદાવાદ તથા કુલદીપસીંગ લાલસીંઘ રાજપુરોહિત જેની ઉંમર 40 અને રહેઠાણ ૧૪, ન્યુ ગ્રીન સિટી, સેક્ટર ૨૬,ગાંધીનગર. મૂળ રહેઠાણ - ગામ. તેવરી, તા.તેવરી, જોધપુર (રાજસ્થાન) તેના સાથીદારો સાથે મેળાપીપણામાં ગુજરાત તથા રાજસ્થાનમાં કેટલીક જગ્યાઓએ ફેકટરીમાં ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવી વેચાણ કરે છે.
સત્વરે કાર્યવાહીઃ આ બાતમીને આધારે પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોનના ઉત્પાદન અને વેચાણ કરવામાં સામેલ ઈસમોની ઓળખ મેળવી, તેમની ગુન્હાહિત પ્રવૃત્તિ ઉપર સર્વેલન્સ તથા વોચ રાખી માહિતીની ખરાઈ કરાવેલ હતી. જે અન્વયે જાણવા મળેલ કે મનોહરલાલ કરસનદાસ ઐનાની શીરોહી, રાજસ્થાન ખાતે તથા કુલદીપ લાલસીંધ પુરોહિત તથા તેના સહયોગીઓ હાલમાં ગુજરાતના ગાંધીનગર, અમરેલી અને રાજસ્થાનના ભીનમાલ તથા ઓશીયા, જોધપુર ખાતે ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવી વેચાણ કરે છે.
NCB સાથે જોઈન્ટ ટીમઃ આ ચોક્કસ ઈન્ટેલીજન્સને NCB સાથે શેર કરી જોઈન્ટ ટીમ બનાવી દરેક લોકેશન ખાતે મોકલવામાં આવી હતી. તા. 26/04/2024ની મોડી રાત્રે ATS અને NCBની સંયુક્ત ટીમ દ્વારા ગુજરાત તથા રાજસ્થાન ખાતે વિવિધ જગ્યાઓએ રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં આશરે 22.028 કિ.ગ્રા. મેફેડ્રોન (MD), આશરે 124 લીટર લીકવીડ મેફેડ્રોન/ સ્લરી MD, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. 230 કરોડથી વધુની થાય છે તેને જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ 4 ફેક્ટરી તથા મેન્યુફેક્ચરીંગ ઈક્વિપમેન્ટસ સીઝ કરવામાં આવ્યા હતા. કુલ 13 ઈસમો ને પકડી પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો મુખ્ય આરોપી મનોહર લાલ કરશનદાસ ઐનાની છે.
રાજસ્થાનના બાડમેર પહોંચી ગુજરાત ATSની ટીમ રાજસ્થાના બાડમેર પહોંચી ગુજરાત ATS: મહત્વપૂર્ણ છે કે, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ટીમ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં એક ગુનેગારની ધરપકડ કરવા આવી હતી. પરંતુ આરોપી ગુજરાત ATSના હાથમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. માહિતી મળતા ધોરીમાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલા સહિત ચાર લોકોની અટકાયત કરી હતી.
વાસ્તવમાં, ગુજરાત પોલીસની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની ટીમ એક આરોપી શોધમાં બાડમેરના ધોરીમન્ના આવી હતી. શનિવારે સવારે કાર્યવાહી હાથ ધરતા એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પરિવારના વિરોધના કારણે આરોપી ગુજરાત ATSની કસ્ટડીમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન ગુનેગારના પરિવારના સભ્યો અને ગુજરાત ATS સામસામે આવી ગયા હતા.
આ અંગેની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ધોરીમન્ના પોલીસ સ્ટેશન ઓફિસર માણકરામના જણાવ્યા અનુસાર, ગુજરાત એટીએસ એક આરોપીની ધરપકડ કરવા પોલીસ સ્ટેશન વિસ્તારના રોહિલા પુરા પહોંચી હતી. પરિવારના વિરોધને કારણે આરોપી ભાગી જવામાં સફળ રહ્યો હતો. પરિવાર અને એટીએસના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ કેસમાં એક મહિલા સહિત ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા હજુ સુધી સ્થાનિક પોલીસને કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો નથી.
કહેવામાં આવી રહ્યું છે કે આરોપી એક્સાઇઝ અને એનડીપીએસ વગેરે કેસમાં આરોપી છે. બાડમેર જિલ્લાના ધોરીમન્ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુજરાત ATS હોવા અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી ન હતી. જેના કારણે ગુજરાત ATSનું આ ઓપરેશન સફળ રહ્યું ન હતું અને ગુનેગાર ધરપકડમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાની માહિતી મળતા ધોરીમના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
- ડ્રગ્સ સપ્લાય કરી વેપારીના પુત્રને ડ્રગ્સનો બંધાણી બનાવનાર ડ્રગ્સ પેડલરની ધરપકડ - Drugs In Surat City
- Bhavnagar MD Drugs : ભાવનગર જિલ્લામાં SOG પોલીસની મોટી કાર્યવાહી, MD ડ્રગ્સના જથ્થા સાથે બે મહિલા-પુરુષ ઝડપાયા