ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Police Recruitment: તૈયારીમાં લાગી જજો, પોલીસ દળની વિવિધ 12 હજાર જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત - પોલીસ ભરતી 2024

સરકારી ભરતીને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ દળની વિવિધ જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરાઈ છે. જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 પોસ્ટ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ, એસઆરપીની 1000 પોસ્ટ, જેલ સિપાહીની 1013 પોસ્ટ અને મહિલા જેલ સિપાહીની 85 સહિત 12,000 પોલીસની ભરતી થશે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Mar 8, 2024, 9:24 AM IST

અમદાવાદ:રાજ્યના પોલીસ દળ વર્ગ 3ની ખાલી જગ્યાઓ તત્કાલ ભરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા પોલીસ દળની વિવિધ સંવર્ગની 12,472 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.

કઈ જગ્યાઓ પર થશે ભરતી:આ બોર્ડ દ્વારા આગામી સમયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરની ૪૭૨ જગ્યાઓ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૬,૬૦૦ જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ૩,૩૦૨ જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(SRPF)ની ૧,૦૦૦ જગ્યાઓ, જેલ સિપોઈ(મેલ)ની ૧,૦૧૩ જગ્યાઓ તેમજ જેલ સિપોઈ(ફીમેલ)ની ૮૫ જગ્યાઓ મળી કુલ ૧૨,૪૭૨ જેટલી ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.

પોલીસ ભરતી બોર્ડ કરશે ભરતી:ભરતી બોર્ડમાં અધિક પોલીસ મહાનિદેશક કક્ષાના આઈ.પી.એસ. અધિકારી અધ્યક્ષ તેમજ અન્ય ૪ સભ્યો રહેશે. પોલીસ દળ વર્ગ-૩ની સીધી ભરતી પારદર્શક, નિષ્પક્ષ અને સત્વરે થઇ શકે તેવા શુભ આશયથી રાજ્ય સરકાર દ્વારા કાયમી પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. આ કાયમી ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં અધિક પોલીસ મહાનિદેશક કક્ષાના આઈ.પી.એસ. અધિકારી અધ્યક્ષ તેમજ અન્ય ૪ સભ્યો રહેશે. હવેથી પોલીસ દળ વર્ગ-૩ની ભરતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવશે.

પોલીસ ભરતી બોર્ડ બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર, પ્લાટુન કમાન્ડર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર, બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર, ઈન્ટેલીજન્સ ઓફિસર, આસીસ્ટન્ટ ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(SRPF), જેલ સિપોઈ(મેલ) તથા જેલ સિપોઈ(ફીમેલ) ઉપરાંત પોલીસ ખાતાના વર્ગ-૩ના તમામ પોલીસ સંવર્ગોની સીધી ભરતીની પરીક્ષાઓ તથા સરકાર દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવતી રાજ્ય પોલીસ દળના વર્ગ-૩ના પોલીસ કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાઓ તથા ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની અને તે અંગેની તમામ કાર્યવાહી કરશે.

  1. Gyan Sahayak Bharti : જ્ઞાન સહાયક ભરતીને લઈને આ શું કહી ગયા શિક્ષણપ્રધાન ! શેર કર્યા ભરતીના આંકડા
  2. RRB VACANCY RECRUITMENT 2024 : રેલ્વે ભરતી બોર્ડે 2250 જગ્યાઓ માટે બહાર પાડી ભરતી, આ રીતે કરો અરજી

ABOUT THE AUTHOR

...view details