ગુજરાત

gujarat

ETV Bharat / state

રંગેલી દોરીની તપાસ કરવા ગુજરાત હાઈકોર્ટની ટકોરઃ "ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ અટકાવો" - CHINESE TUKKAL AND CORD

લોકોના જીવ જોખમમાં ના મુકાય તેનું ધ્યાન રાખો- ગુજરાત હાઈકોર્ટની ટકોર

ગુજરાત હાઈકોર્ટ ફાઈલ તસવીર
ગુજરાત હાઈકોર્ટ ફાઈલ તસવીર (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2025, 9:16 PM IST

અમદાવાદઃ ઉત્તરાયણના તહેવારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ઉત્તરાયણના તહેવારને ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જોખમી દોરી અને તુકકલ પર રોક લગાવવાની દાદ માગવામાં આવી છે. આ મામલે સુનાવણી દરમિયાન જાહેરમાં રંગાતી દોરીની તપાસ કરવા ગુજરાત હાઇકોર્ટે સૂચના આપી છે અને હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે ચાઈનીઝ દોરી અને તુકકલનું વેચાણ અટકાવો.

ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે અને ઉત્તરાયણ દરમિયાન લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે ત્યારે ચાઈનીઝ દોરીથી લોકોને નુકસાન ના થાય તેને લઈ ઘણા લોકો અત્યારે પણ જાગૃત નથી અને ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો જીવ ગુમાવી બેસે છે. ચાઈનીઝ તુકકલના કારણે આગ લગાવવાની પણ ઘટનાઓ સામે આવે છે. આ ઘટનાને ધ્યાનમાં લઈને હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં જોખમી દોરી ચાઈનીઝ દોરી અને તુકકલના વેચાણ પર રોક લગાવવાની માગ કરી છે. આ મામલે હાઇકોર્ટે ટકોર કરી છે કે, જાહેરમાં વપરાતી જોખમી વસ્તુઓનું ધ્યાન રાખો લોકોના જીવ જોખમમાં ના મુકાય તેનું ધ્યાન રાખો અને જાહેરમાં રંગાતી દોરીની પણ તપાસ કરવા ગુજરાત હાઇકોર્ટની સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અરવલ્લી જિલ્લાની અંદર ભિલોડા તાલુકામાં લીલછા ગામે બે દિવસ અગાઉ ચાઈનીઝ દોરીથી એક યુવકનું ગળું કપાઈ ગયું હતું. જોકે આ યુવકને સમયસર સારવાર મળી રહેતા જીવ બચી ગયો હતો અને ત્યારબાદ ભિલોડાના લીલછા ગ્રામ પંચાયતે પહેલ કરી હતી કે ભિલોડાના લીલછા ગામમાં કોઈ વ્યક્તિ ચાઈનીઝ દોરી વેચતા પકડાશે તો 5,000 નો દંડ કરવામાં આવશે.

  1. HMPV વાયરસ અંગે બોલ્યા મોરારી બાપુઃ 'હવે નવું જંતુ આવ્યું છે, હાથ ના મિલાવવા'
  2. બોલો... લોકોએ યમરાજને પણ કર્યા ઈગ્નોર: મહેસાણાના રોડ પર યમરાજે લોકોને સમજાવ્યા

ABOUT THE AUTHOR

...view details