ગુજરાત

gujarat

ETV Bharat / state

આગામી વર્ષ 2025માં કચેરીઓ-બેંકો કેટલા દિવસ બંધ રહેશે? ગુજરાત સરકારે પબ્લિક હોલિડેનું લિસ્ટ જાહેર કર્યું - PUBLIC HOLIDAY IN 2025

ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ 2025માં જાહેર રજાઓ, સરકારી કર્મચારીઓ તથા બેંક રજાઓ માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

ગુજરાત સરકારે પબ્લિક હોલિડેનું લિસ્ટ જાહેર કર્યું
ગુજરાત સરકારે પબ્લિક હોલિડેનું લિસ્ટ જાહેર કર્યું (Gujarat Government)

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2024, 5:23 PM IST

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ 2025માં જાહેર રજાઓ, સરકારી કર્મચારીઓ તથા બેંક રજાઓ માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, રાજ્યમાં વર્ષ 2025માં કુલ 25 પબ્લિક હોલિ-ડે છે, જેમાંથી 5 હોલિડે રવિવારના દિવસે આવે છે. જ્યારે બાકીના 20 હોલિડે અન્ય દિવસોમાં આવતા હોવાથી તેની જાહેર રજા મળશે.

વર્ષ 2025ની જાહેર રજાઓનું લિસ્ટ (Gujarat Government)

સરકારી કર્મચારીઓને કેટલી રજા મળશે?
વર્ષ 2025માં સરકારી કર્મચારીઓને મળનારી રજાઓની વાત કરીએ તો કુલ 50 રજાઓ મળશે. સરકારના નોટિફિકેશન મુજબ 11 જેટલી રજાઓ બીજા/ચોથા શનિવારે અથવા રવિવારે આવે છે, એટલે જ્યારે 39 રજાઓ અન્ય દિવસોમાં આવે છે. આમ સરકારી કચેરી કુલ મળીને તહેવારોમાં 50 દિવસ સુધી બંધ રહેશે.

વર્ષ 2025ની જાહેર રજાઓનું લિસ્ટ (Gujarat Government)
વર્ષ 2025ની જાહેર રજાઓનું લિસ્ટ (Gujarat Government)

બેંક કર્મચારીઓને કેટલી રજા મળશે?
બેંકના કર્મચારીઓને મળવાનાર પબ્લિક હોલિડે વિશેની વાત કરીએ તો રાજ્યમાં કુલ 22 દિવસ પબ્લિક હોલિડે આવશે. જેમાંથી 5 દિવસ પબ્લિક હોલિડે બીજા/ચોથા શનિવારે અથવા રવિવારે આવે છે, આથી કુલ 17 દિવસ માટે બેંકો બંધ રહેશે.

વર્ષ 2025ની જાહેર રજાઓનું લિસ્ટ (Gujarat Government)

આ પણ વાંચો:

  1. LIVE હાંડવો... ઠંડીમાં આ ગરમાગરમ વાનગી જામનગરના લોકોમાં કેમ બની ફેવરિટ...
  2. અમરેલીમાં B.Ed કરેલી મહિલાએ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો, મહિને હજારોમાં કરે છે કમાણી

ABOUT THE AUTHOR

...view details