ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં મોટા કાંડાગરા પાસે 67 જીવ પડીકે બંધાયા, 1નો જીવ ગયો, અન્યોને 7 કલાકના રેસ્ક્યૂ પછી બચાવાયા - Gujarat Flood

ગુજરાતના કચ્છમાં મોટા કાંડાગરા પાસે 67 લોકોના જીવ પડીકે બંધાય તેવી સ્થિતિ આવી ગઈ હતી. ધસમસતા પાણીને લઈને તેમને બચાવવા માટે સીધું જઈ શકાય તેમ પણ ન્હોતું જેથી તેમને બચાવવા NDRFની ટુકડી બોટ સાથે દોડી આવી હતી. જેમાં એક વ્યક્તિનો જીવ ગયો હતો અને અન્યોનો બચાવ કરાયો હતો. - Gujarat Flood latest news

કચ્છમાં મોટા કાંડાગરા પાસે 67 જીવ પડીકે બંધાયા
કચ્છમાં મોટા કાંડાગરા પાસે 67 જીવ પડીકે બંધાયા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2024, 7:45 PM IST

કચ્છમાં રેસ્ક્યૂ ઓપરેશન (Etv Bharat Gujarat)

કચ્છ: કચ્છમાં વરસતા ભારે વરસાદથી માંડવી તાલુકાના મોટા કાંડાગરા પાસેના નીચાણવાળા વાડી વિસ્તારમાં પાણી ભરાઇ જતાં અહીં બનેલી લેબર કોલોનીમાં રહેતા મજૂરોના જીવ જોખમમાં મુકાયા હતા. જોખમી પરિસ્થિતિ અંગે મજૂરો દ્વારા વહીવટીતંત્રને જાણ કરવામાં આવતા તત્કાલ અસરથી તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ પર પહોંચીને એનડીઆરએફની મદદથી રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી.

હોડીની મદદથી 67 મજૂરોને સલામત બહાર કાઢવામાં આવ્યા

આ અંગે માંડવી તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદીએ માહિતી આપતા જણાવાયું હતું કે, હાઇવે નજીકના નીચાણવાળા વિસ્તારમાં ખેતરમાં બનેલી લેબર કોલોનીમાં પાણી ભરાઇ ગયા હતા. પાણીનો પ્રવાહ ખૂબ ભારે હોવાથી અંદર સુધી જઇ શકાય તેમ ન હતું. જેથી તત્કાલ ભુજથી એનડીઆરએફની ટીમ બોલાવીને સવારે 7 કલાકથી રેસ્કયું કામગીરી શરૂ કરાઇ હતી. જેમાં હોડીની મદદથી 67 મજૂરોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. જયારે એક મજૂર બચાવ કામગીરી પહેલા જ પાણીમાં ડુબી જવાથી મોત થયું હતું.

મજૂરોને અદાણી કોલોનીમાં આશ્રય

હાલ તમામ મજૂરોને અદાણી કોલોનીમાં આશ્રય આપવામાં આવ્યો છે અને તમામ માટે ભોજન, પાણી, દવા સહિતની તમામ પ્રાથમિક વ્યવસ્થા કરવામાં આવી છે. રાહત-બચાવની કામગીરીમાં એનડીઆરએફની ટીમ સાથે પીએસઆઇ ચાવડા, વિસ્તરણ અધિકારી ભગીરથસિંહ ગોહિલ જોડાયા હતા.

  1. વડોદરામાં ફસાઈ ભારતીય મહિલા ક્રિકેટર રાધા યાદવ, NDRF દ્વારા સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું... - Women cricketer Radha Yadav
  2. ભારે વરસાદને કારણે શાકભાજીની આવક અટકી: મંગળવાર સુધી આવક ન થવાના અણસાર - Income of vegetables stopped

ABOUT THE AUTHOR

...view details