ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ પરિણામ 12 સામાન્ય પ્રવાહની 49.26 ટકા જેટલું નોંધાયું છે. જાણો પરિણામ વિસ્તારથી... 10 and 12 exam result
ધોરણ 10-12ની બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર (Etv Bharat Gujarat)
ગાંધીનગર: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 49.26 ટકા પરિણામ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 30.48 ટકા પરિણામ નોંધાયું છે, આ ઉપરાંત ધોરણ 10નું 28.29 ટકા પરિણામ આવ્યું છે.
ધોરણ 10-12ની બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ
ધોરણ પ્રવાહ પરિણામ
12 સામાન્ય પ્રવાહ 49.26 ટકા
12 વિજ્ઞાન પ્રવાહ 30.48 ટકા
ધોરણ
પ્રવાહ
પરિણામ
12
સામાન્ય પ્રવાહ
49.26 ટકા
12
વિજ્ઞાન પ્રવાહ
30.48 ટકા
10
-
28.29 ટકા
ધોરણ 10નું પરિણામ
ધોરણ 10-12ની બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર (Etv Bharat Gujarat)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ બપોરે 12 વાગે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 SSC પૂરક-2024 પરીક્ષાનું 28.29 પરિણામ જાહેર થયું છે. ધોરણ 10માં કુલ 1 લાખ 28 હજાર 337 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં જેમાંથી 1 લાખ 04 હજાર 429 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 29 હજાર 542 વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
ધોરણ 10-12ની બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર (Etv Bharat Gujarat)
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 26,927 વિદ્યાર્થી નોંધાયા હતાં જેમાંથી 26,716 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 8 હજાર 143 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 30.48 ટકા નોંધાયું છે.
ધોરણ 12 બોર્ડ સામાન્ય પ્રવાહનું પરિણામ
ધોરણ 10-12ની બોર્ડની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર (Etv Bharat Gujarat)
એચ.એસ.સી.પરીક્ષા જૂન-જૂલાઈ (પૂરક) 2024 સામાન્ય પ્રવાહનું 49.26 ટકા પરિણામ જાહેર થયું છે. આ પરીક્ષા માટે 56,459 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતાં, તે પૈકી 24,196 પરીક્ષાર્થીઓ પાસ થયાં છે. મહત્વપૂર્ણ છે કે, 74 પરીક્ષાર્થીઓને 20 ટકા પાસિંગ માર્કનો લાભ આપવામાં આવ્યો છે.