87મી સાધારણ સભાના નિર્ણયો અમદાવાદ : ગુજરાત ક્રિકેટ એસોસિએશન ખાતે યોજાઈ વાર્ષિક સાધારણ સભા ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ની વાર્ષિક સાધારણ સભા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સ્થિત GCAની ઓફિસ ખાતે યોજાઈ હતી. GCAની વાર્ષિક સાધારણ સભામાં BCCIના સેક્રેટરી જય શાહે હાજરી આપી હતી. આજની 87મી વાર્ષિક સાધારણ સભામાં BCCI સેક્રેટરી જય શાહ સાથે ગુજરાત ક્રિકેટ એસોશિયેશન (GCI)ના પ્રમુખ ધનંજય નથવાણી અને GCA સેક્રેટરી અનિલ પટેલ હાજર રહી ક્રિકેટ એસોશિયેશન હેઠળ જિલ્લા સ્તરે ક્રિકેટના વિકાસ અંગે ચર્ચા કરી નિર્ણયો લેવાયા હતા. સાથે GCA મહિલા ક્રિકેટરોને પણ પેન્શન આપવા અંગે નિર્ણય કર્યો હતો.
87મી વાર્ષિક સાધારણ સભાની ગતિવિધિ ડિસ્ટ્રિક્ટ એસોસિયેશનને મળશે 90 ટકા રકમ : અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત GCAની 87મી વાર્ષિક સાધારણ સભામાં હાલના BCCI સેક્રેટરી જય શાહે દેશ અને ગુજરાતમાં ક્રિકેટના વિકાસ માટે લીધેલા નિર્ણયોને રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે ક્રિકેટના વિકાસ માટેના BCCI સેક્રેટરી જય શાહે રજૂ કરેલી દરખાસ્તોને પણ માન્ય રાખી એ અંગે આયોજન હાથ ધરાયું હતુ. BCCI સેક્રેટરી જય શાહે રજૂ કરેલી દરખાસ્તો અને નિર્ણય પ્રમાણે જે ડિસ્ટ્રિક્ટમાં બીસીસીઆઈ સંચાલિત મેચ રમાય છે,એ મેચમાં બીસીસીઆઈ જે સબસીડી 70-30ના પ્રમાણમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટમાં વહેંચણી થતી હતી. હવેથી સબસિડીની રકમની વહેંચણી હેઠળ હવે થી 90 ટકા ડિસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશન ને આપવાનું નક્કી કર્યું છે. જેથી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને વધુ રકમ ક્રિકેટના વિકાસ માટે મળી રહેશે.
ક્રિકેટ ઇન્ફ્રાસ્ટ્રકચરનો આશાસ્પદ ક્રિકેટરોને મળશે લાભ : ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ની વાર્ષિક સાધારણ સભામાં બીજો મહત્વનો નિર્ણય ક્રિકેટ ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ અંગે લેવાયો હતો. જે મુજબ હવે ડિસ્ટ્રીક્ટ એસોસિયેશનને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના મહત્વના ભાગ એવાં ગ્રાઉન્ડ મેન્ટેનન્સ ની સબસીડી માં મોટો વધારો કર્યો છે. સાથે-સાથે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ની વાર્ષિક સાઘારણ સભામાં BCCI સેક્રેટરી જય શાહે ડિસ્ટ્રીક્ટ એસોશિયેશનમાં કોચની સંખ્યા અને કોચના વળતરમાં વધારો કર્યો છે. જેથી નવા અને આશાસ્પદ ક્રિકેટરો જિલ્લા સ્તરે જ તૈયાર થઈ શકે.
ભાવિ ક્રિકેટરો માટે ઇન્ફ્રાસ્ટ્રકચર અને મહિલા ક્રિકેટરો માટે પેન્શન :ગુજરાત ક્રિકેટમાં જસપ્રિત બુમરા, અક્ષર પટેલ, પ્રિયાંક પંચાલ જેવા ક્રિકેટરો બાદ અન્ય ક્રિકેટરો વિકસે અને દેશ અને વિશ્વ સ્તરના ક્રિકેટરો બને એ માટે યોગ્ય પગલા માટે BCCI સેક્રેટરી જય શાહે આવશ્યક સુચનો કર્યા હતા. વર્ષ-2011માં 2011માં રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ક્રિકેટનો વ્યાપ વધે, ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસે એ માટે ઐતિહાસિક નિર્ણયો લેવાયા હતા. જે પૈકીનો મહત્વનો નિર્ણય રણજી ટ્રોફી રમેલા ક્રિકેટરોના પેન્શનનો હતો. આજની સાધારણ સભામાં ગુજરાત ક્રિકેટ એસોશિયેશને હેઠળ જિલ્લા સ્તરે ક્રિકેટના વિકાસ અને મહિલા ક્રિકેટરોને પણ પેન્શન આપવા અંગે મહત્વના નિર્ણયો લીધા હતા જે ક્રિકેટ વિકાસમાં સિમાચિન્હ પુરવાર થશે.
- IND Vs ENG 3rd Test : ઇંગ્લેન્ડ સામેની મેચ માટે બે ખતરનાક ખેલાડીની એન્ટ્રી, પ્લેઈંગ 11 માં સામેલ થવા અંગે સસ્પેન્સ
- India Vs England: ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ, ભારતીય ક્રિકેટર રાજકોટ પહોંચ્યા