ગુજરાત

gujarat

ETV Bharat / state

"ભાજપના શાસનમાં ઉદ્યોગપતિઓ તંદુરસ્ત થયા, ગરીબ-સામાન્ય લોકોની તંદુરસ્તી કથળી" : કોંગ્રેસ - Gujarat Health Sector - GUJARAT HEALTH SECTOR

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકારની આરોગ્ય ક્ષેત્રની નિષ્ફળતા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભાજપ શાસનમાં ઉદ્યોગપતિઓ, મળતિયાઓ તંદુરસ્ત થયા છે, ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગની તંદુરસ્તી તકલીફમાં મુકાઈ છે.

ડૉ. મનીષ દોશી
ડૉ. મનીષ દોશી (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2024, 12:41 PM IST

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ રાજ્યમાં રોગપ્રતિરક્ષા રસીકરણ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે, રોગપ્રતિરક્ષા રસીકરણમાં 90 ટકા સાથે સૌથી સારી કામગીરી ઓરીસ્સા રાજ્યની છે. જ્યારે ગુજરાત 21 ક્રમ સાથે છેવાડાનું રાજ્ય છે. મોડેલ રાજ્ય નંબર 1 હોવાનો દાવો કરતી ભાજપ સરકારમાં ગુજરાત રોગપ્રતિરક્ષા રસીકરણ (ઈમ્યુનાઈઝેશન) ક્ષેત્રે દેશના અન્ય રાજ્યો કરતાં અને રાષ્ટ્રીય સરેરાશ કરતાં પાછળ છે.

ઉદ્યોગપતિઓ તંદુરસ્ત થયા, સામાન્ય લોકોની તંદુરસ્તી કથળી : કોંગ્રેસ (ETV Bharat Gujarat)

બાળકોની રોગપ્રતિરક્ષા રસીકરણ :ભાજપ સરકારની આરોગ્ય ક્ષેત્રની નિષ્ફળતા પર આકરા પ્રહાર કરતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે, NHFS-5 ના પરિણામો અનુસાર 12 મહિનાની આયુ ધરાવતા બાળકોની રોગપ્રતિરક્ષા રસીકરણ અંગેના અહેવાલમાં બાળકોને રસીકરણમાં અસમાનતા સાથે DTP3-ડીપ્થેરીયા, ટીટાનસ, પરટ્યુસીસ રસી અંગે સ્પષ્ટપણે ગુજરાતમાં 76.3 ટકા જ રોગપ્રતિરક્ષા રસીકરણ કવરેજ છે. જ્યારે દેશમાં 76.4 ટકા સરેરાશ રોગપ્રતિરક્ષા રસીકરણ છે.

ગુજરાત 21મા ક્રમે :રાષ્ટ્રીય પરિવાર અને કલ્યાણ સર્વે-5ના અહેવાલમાં રોગપ્રતિરક્ષા રસીકરણમાં 90.5 ટકા સાથે સૌથી સારી કામગીરી ઓરિસ્સા રાજ્યની છે. જ્યારે ગુજરાત 21મા ક્રમ સાથે આરોગ્ય ક્ષેત્રે છેવાડાનું રાજ્ય જાહેર થયું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 27 સામુહિક આરોગ્ય કેન્દ્ર, 171 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 2828 પેટા આરોગ્ય કેન્દ્રની લાંબા સમયથી ઘટ છે.

આરોગ્ય ક્ષેત્રે ડોક્ટરોની ઘટ :ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 185, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર 162, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં 256 અને જિલ્લા હોસ્પિટલમાં 173 ડોક્ટરોની જગ્યા લાંબા સમયથી ખાલી છે. રાજ્યમાં 344 કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની 2064 જરૂરિયાતની સામે માત્ર 206 ડોક્ટરો ફરજ બજાવે છે. જ્યારે 1858 જેટલી સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરની જગ્યા લાંબા સમયથી ખાલી છે. એટલે કે 90 ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે.

ભાજપ પર આકરા પ્રહાર કરતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે, ભાજપના શાસનમાં ઉદ્યોગપતિઓ, મળતિયાઓ તંદુરસ્ત થયા છે. જ્યારે ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગની તંદુરસ્તી તકલીફમાં મુકાઈ છે. ગતિશીલ, પ્રગતિશીલ અને વાઇબ્રન્ટના સૂત્રો આપતી ભાજપ સરકારની નબળી કામગીરીની સીધી અસર ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના નાગરિકોના આરોગ્ય પર પડી છે.

  1. "ગુજરાતની જનતા પરેશાની ભોગવી રહી છે" ડૉ. મનીષ દોશીએ સરકાર પર પ્રહારો કર્યા
  2. "ભાજપમાં ત્રણ પ્રકારના જૂથ કાર્યરત છે" કોંગ્રેસ પ્રવક્તાએ ભાજપની દુખતી નસ દબાવી

ABOUT THE AUTHOR

...view details