યોગ્ય ફાળવણીને પરિણામે કોઈ પણ ક્ષેત્રમાં પૈસાનો અભાવ રહેશે નહીં રાજકોટઃ ગુજરાત સરકારના નાણાં પ્રધાન કનુ દેસાઈ દ્વારા આજે રાજ્યનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ બજેટનું કદ 3,32,465 કરોડ રુપિયાનું છે. રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ વર્ષ 2024-25નું રહ્યું છે. આ ઐતિહાસિક કદ ધરાવતા બજેટ સંદર્ભે ગુજરાતના પૂર્વ નાણાં પ્રધાન વજુભાઈ વાળાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમને આ બજેટને આવકાર્યું છે. પૂર્વ નાણાં પ્રધાન વજુભાઈએ વર્તમાન નાણાં પ્રધાન કનુ દેસાઈને બજેટ સંદર્ભે શુભકામનાઓ પણ પાઠવી છે.
સૌથી મોટા કદનું બજેટઃ આજે નાણાં પ્રધાન કનુ દેસાઈએ રજૂ કરેલ બજેટ ગુજરાત રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ બજેટનું કદ કુલ રુપિયા 3,32,465 કરોડ જેટલું છે. પૂર્વ નાણાં પ્રધાન વજુભાઈ વાળાએ ગુજરાતનું અત્યાર સુધીમાં રજૂ થયેલા બજેટ પૈકી સૌથી મોટું બજેટ રજૂ કરવા બદલ કનુ દેસાઈને શુભેચ્છાઓ પાઠવી છે. વજુભાઈએ આ સૌથી મોટા બજેટમાં કરવામાં આવેલ વિભાગ પ્રમાણેની વહેચણી અને ફાળવણીને સૌથી મહત્વની ગણાવી છે. અંદાજિત રૂ.55 હજાર કરોડ શિક્ષણ પાછળ ખર્ચ કરવાની કનુભાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ બજેટમાં સૌથી વધુ રકમ શિક્ષણ પાછળ ફાળવવામાં આવી છે. જે રાષ્ટ્રનું બાળક શિક્ષિત હોય એ રાષ્ટ્રની હંમેશા પ્રગતિ થાય છે અને વિકાસ થાય છે. વજુભાઈ વાળાએ શિક્ષણ ક્ષેત્ર બાદ ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે કરવામાં આવેલ ફાળવણીથી સરકારની આવક વધવાની આશા વ્યક્ત કરી છે.
કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયાઃ વજુભાઈ વાળાએ ગઈકાલે રજૂ થયેલા બજેટને પણ આવકાર્યુ હતું. તેમણે જણાવ્યું કે, ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં જે રીતે ઉદ્યોગો પરનો ટેકસ ઘટાડીને 22 ટકા કર્યો છે તે આવકાર્ય છે. ગુજરાત રાજ્યમાં ઉદ્યોગોનો વિકાસ થાય તેના માટે પણ વિશેષ રકમની ફાળવણી કરવામાં આવી છે. આપણા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હવે નાણાંનો અભાવ રહેશે નહીં. ગૃહ વિભાગની અંદર સર્વશ્રેષ્ઠ રીતે કામગીરી બજાવી શકે તેવું બજેટ ફાળવવામાં આવ્યું છે. સાથે જ ગરીબ વર્ગના લોકોને પોતાના ઘરનું ઘર મળે તે માટે પણ બજેટમાં પૂરતી જોગવાઈ કરાઈ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ પાણી મળી રહે તે માટે ફિલ્ટર વોટર પ્લાન્ટનું આયોજન કરવામાં આવશે. તેથી કહી શકાય કે આ બજેટમાં કરાયેલ યોગ્ય ફાળવણીને પરિણામે કોઈ પણ ક્ષેત્રમાં પૈસાનો અભાવ રહેશે નહીં.
આજે નાણાં પ્રધાન કનુ દેસાઈએ રજૂ કરેલ બજેટ ગુજરાત રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ બજેટનું કદ કુલ રુપિયા 3,32,465 કરોડ જેટલું છે.આ બજેટમાં સૌથી વધુ રકમ શિક્ષણ પાછળ ફાળવવામાં આવી છે. જે રાષ્ટ્રનું બાળક શિક્ષિત હોય એ રાષ્ટ્રની હંમેશા પ્રગતિ થાય છે અને વિકાસ થાય છે.ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં જે રીતે ઉદ્યોગો પરનો ટેકસ ઘટાડીને 22 ટકા કર્યો છે તે આવકાર્ય છે...વજુભાઈ વાળા(પૂર્વ નાણાં પ્રધાન)
- Gujarat Budget 2024: ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ, 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ
- Gujarat Budget 2024-25: ગુજરાત બજેટ 2024-25: નાણાપ્રધાન કનુભાઈ દેસાઈનું સંપૂર્ણ ભાષણ, વાંચો અહીં....