ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત ATSએ કર્યો મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, ડ્રગ્સની કિંમત સાંભળીને ચોકી જશો - illegal drug manufacturers busted - ILLEGAL DRUG MANUFACTURERS BUSTED

ATS Gujarat દ્વારા સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવેલ છે. જેમાં 4 કિલો મેફેડ્રોન તથા 31.409 કિલો લિક્વીડ મેફેડ્રોન જેની કુલ અંદાજિત કિંમત રૂપિયા 51.409 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જાણો સપૂર્ણ બાબત. illegal drug manufacturers busted

મહારાષ્ટ્રમાં એક ફ્લેટમાં ચાલતી ફેક્ટરીમાં રેડ કરી
મહારાષ્ટ્રમાં એક ફ્લેટમાં ચાલતી ફેક્ટરીમાં રેડ કરી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 7, 2024, 6:21 PM IST

ગેરકાયદેસર 793.232 કિ.ગા. લીક્વીડ મેફેડ્રોન (MD) જથ્થો પકડી પાડતી ATS (Etv Bharat Gujarat)

અમદાવાદ:ATS Gujarat દ્વારા સુરત જીલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં આવેલ ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવેલ છે. જેમાં 4 કિલો મેફેડ્રોન તથા 31.409 કિલો લિક્વીડ મેફેડ્રોન જેની કુલ અંદાજિત કિંમત રૂપિયા 51.409 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ કેસમાં કુલ ત્રણ આરોપીઓ પડવામાં આવ્યા છે. જેઓની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું છે કે, ઉપરોક્ત ડ્રગ કાર્ટેલમાં મોહમદ યુનુસ એજાઝ તથા મોહમદ આદીલ પણ સામેલ છે. દરમિયાન ATS Gujaratના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ. ચૌધરીનાઓને ગુપ્ત માહિતી મળેલ છે કે, મુંબઈના ચીંચબંદર વિસ્તારમાં રહેતા ઉપરોક્ત કેસની તપાસમાં પકડવાના બાકી આરોપી મોહમદ યુનુસ એજાઝ તથા તેનો ભાઈ મોહમદ આદીલ નદી નાકા, ભીવંડી, મહારાષ્ટ્રના એક ફલેટમાં ગેરકાયદેસર માદક પદાર્થ એટલે કે મેફેડ્રોન (MD) બનાવી વેચાણ કરે છે.

મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યો: ઉપરોક્ત માહિતી અંગે તેઓએ ગુજરાત એ.ટી.એસ.ના વરીષ્ઠ પોલીસ અધિકારીને જાણ કરી હતી. આ માહિતીને હ્યુમન રીસોર્સીસ દ્વારા ખરાઈ કરાવી તથા પો.વા.સ.ઈ. આર. સી. વઢવાણાનાઓ મારફતે ટેકનીકલ રીસોર્સીસ દ્વારા ડેવલોપ કરાવી ચોક્કસ ઈન્ટેલીજન્સને આધારે ગુજરાત એ.ટી.એસ.ના પોલીસ ઈન્સ્પેક્ટર. એચ. પનારા, એમ. પટેલ, પો.સ.ઈ. એમ. એન. પટેલ, એચ. ડી. વાઢેર, બી. જે. પટેલ તથા સ્ટાફના માણસોની ટીમે સરકારી પંચો સાથે 5 ઓગસ્ટના રોજ નદી નાકા, ભીવંડી, મહારાષ્ટ્ર ખાતે રહેતા હોવાની બાતમી મળી હતી. આથી તેઓ હકીકતવાળી જગ્યાએ એક ફલેટમાં રેડ કરી સર્ચ હાથ ધરી હતી. જે દરમિયાન માદક પદાર્થ મેફેડ્રોન (MD) બનાવવા માટેની પ્રોસેસ ચાલુ છે તેવી માહિતી મળી હતી. તથા 10.969 કિ.ગ્રા. સેમી-લીક્વીડ મેફેડ્રોન (MD) તથા બેરલોમાં ભરેલ 782.263 કિ.ગ્રા. લીક્વીડ મેફેડ્રોન (MD) મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂપિયા 800 કરોડની થાય છે. તેમજ તે બનાવવા ઉપયોગમાં લીધેલ ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે એપરેટસ મળી આવેલ હતા. જે તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યું છે.

આ બંને વ્યક્તિઓની માહિતી નીચે પ્રમાણે છે:

  1. મોહમદ યુનુસ એજાઝ સ.ઓ. મોહમદ તાહીર શેખ, જેની ઉંમર 41 વર્ષ છે જે સુકેના મંઝીલ, ચીંચ બંદર પોસ્ટ ઓફિસ પાસે, ડોંગરી, મુંબઇ ખાતે રહે છે.
  2. મોહમદ આદીલ સ.ઓ. મોહમદ તાહીર શેખ, જેની ઉંમર 34 વર્ષ છે જે સુકેના મંઝીલ, ચીંચ બંદર પોસ્ટ ઓફિસ પાસે, ડોંગરી, મુંબઇ ખાતે રહે છે.

શું હતું સંપૂર્ણ ઘટનાનું કારણ:ઉપરોક્ત પકડાયેલ ઈસમોની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યું છે કે, મોહમદ યુનુસ એજાઝ દુબઈથી ગોલ્ડ તથા ઈલેક્ટ્રોનિક આઈટમ્સના સ્મગલીંગની પ્રવૃત્તિમાં સામેલ હતો. તેણે દુબઈ ખાતે એક અજાણ્યો ઈસમ મળ્યું, જેની સાથે મળી મોહમદ યુનુસ તથા મોહમદ આદીલનાએ એક-બીજા સાથે મળી ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ના ઉત્પાદન અને વેચાણ દ્વારા મોટા પ્રમાણમાં નાણાંકીય લાભ મેળવવાનો પ્લાન બનાવ્યો હતો. જે મુજબ મોહમદ યુનુસ એજાઝ તથા મોહમદ આદીલ નાઓએ ગેરકાયદેસર મેફેડ્રોન (MD) તૈયાર કરવા છેલ્લાં 8-9 મહિનાથી નદી નાકા, ભીવંડી, મહારાષ્ટ્રમાં માણસોની ઓછી અવર-જવરવાળી જગ્યાએ એક ફ્લેટ ભાડે રાખ્યો હતો, જે જગ્યાએ તેઓએ ગેરકાયદેસર મેફેડ્રોન (MD) તૈયાર કરવા રો-મટીરીયલ, સાધન-સામગ્રી એકત્રિત કરેલ હતી અને કેમીકલ પ્રોસેસ ચાલુ કરેલ હતી.

ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન(MD):ઉપરોક્ત પકડાયેલ આરોપીઓની આ ગુનાહિત પ્રવૃત્તિમાં તેમનો એક સાદીક નામનો સહયોગી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલ આરોપીઓ આ ગુનાહિત પ્રવૃત્તિમાં કેટલા સમયથી સામેલ હતા અને તેઓએ ગેરકાયદેસર રીતે બનાવેલ માદક પદાર્થ મેફેડ્રોન(MD) કઈ-કઈ જગ્યાએ તથા કોને વેચાણ કરેલ હતો અને એ માટે તેઓને નાણા કઈ રીતે મળતા હતા તથા આ નાર્કોટીક્સ ડ્રગ કાર્ટેલમાં અન્ય કઈ-કઈ વ્યક્તિ સામેલ છે એ અંગે સઘન તપાસ ચાલુ છે.

  1. બાંગલાદેશથી સુરત ભણવા આવેલ વિદ્યાર્થીઓ ચિંતાતુર, જાણો વિદ્યાર્થીઓનું પરિસ્થિતિ વિશેની વેદના... - bangladesh civil war
  2. રાજકોટમાં 10મીએ રાજકોટથી 'હર ઘર તિરંગા' યાત્રા, મુખ્યમંત્રી કરાવશે પ્રસ્થાન - 15th August 2024

ABOUT THE AUTHOR

...view details