સરકારને ઘેરતાં અમિત ચાવડા ગાંધીનગર : ભાજપ સરકારના 30 વર્ષના શાશનમાં શિક્ષણનુ સ્તર નીચું ગયું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પુછેલા સવાલના જવાબમાં ગુજરાતની ઇજનેરી કોલેજનું પોકળ ચિત્ર સ્પષ્ટ થયુ છે. વર્ગ - 1 માં મંજૂર મહેકમ 534 પૈકી 316, વર્ગ-2 માં 1467 પૈકી 193, વર્ગ-3 માં 475 પૈકી 300 અને વર્ગ- 4 માં 260 પૈકી 201 પદો ખાલી છે. ચોથા વર્ગમાં 77 ટકા પદો ખાલી હોવાની ચોંકાવનારી વિગત પ્રશ્નોત્તરી કાળમાં પ્રકાશમાં આવી છે.
અમિત ચાવડાનો આક્ષેપ : એક બાજુ સરકાર નવી ઇજનેરી કોલેજ નથી ખોલતી પરંતુ, વારસામાં મળેલી સરકારી કોલેજમાં ભરતી નથી કરતાં. ખાલી જગ્યાઓ ભરતી કરવાનુ કેલેન્ડર બનાવ્યું હોવાનો સરકાર ખોટો દાવો કરે છે. વર્ષ 2022 કરતા વર્ષ 2023માં ખાલી પદોમાં વઘારો થયો છે. સરકાર ખાનગી ઇજનેરી કોલેજને ફાયદા માટે ભરતી કરે છે. સરકારી કોલેજ બંધ કરવા ભાજપ શાશકો ષડયંત્ર કરતા હોવાનો કોંગ્રેસ ધારાસભ્ય દળ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે.
અનેક જિલ્લા સરકારી કોલેજથી વંચિત: ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યુ છે. કોંગ્રેસ ઘારાસભ્ય અરવિંદ લાડાણીએ વિધાનસભામાં સવાલ કર્યો હતો કે રાજયમાં કેટલી સરકારી ઇજનેરી કોલેજ કાર્યરત છે? સરકારે જવાબ આપ્યો કે ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગરમાં માત્ર 16 ઇજનેરી કોલેજ કાર્યરત છે. 30 વર્ષના રાજ્ય સરકાર અને 10 વર્ષના કેન્દ્ર સરકારના શાસનમાં અનેક જિલ્લા સરકારી કોલેજથી વંચિત છે. અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, પોરબંદર, સાબરકાંઠા, જીનાગઢ, સુરેન્દ્રનગર, વડોદરા, છોટા ઉદયપુર, આણંદ, ખેડા, મહિસાગર, મહેસાણા, નર્મદા, ડાંગ, નવસારી, તાપી વગેરે અનેક જિલ્લાઓ સરકારી કોલેજોથી વંચિત છે. ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થી ખાનગી કોલેજમાં ઉચી ફી ચુંટવીને ભણવા મજબૂર છે. સરકાર ચાલુ ગ્રાન્ટેડ કોલેજમાં સ્ટાફની ભરતી બંધ કરવામાં આવતા તેને તાળા લાગવાની નોબત આવી છે. વિદ્યાર્થી સરકારી કોલેજમાંથી ખાનગી કોલેજમાં ભણવા માટે મજબુર છે. સરકાર ખાનગીકરણને પ્રોત્સાહન આપે છે.
ખાલી પડેલું મહેકમ :રાજ્યના 16 સરકારી કોલેજમાં વર્ગ 1નુ મંજૂર મહેકમ 534 છે. તેની સામે 316 પદો ખાલી છે. વર્ગ-1માં 60 ટકા જગ્યા ખાલી છે. વર્ગ બેમાં કુલ 1467 પૈકી 193, વર્ગ ત્રણમાં 475 પૈકી 300, વર્ગ ચારમાં 260 પૈકી 201 જગ્યા ખાલી છે. વર્ગ ચારમાં 77 ટકા જેટલા પદો ખાલી હોવાનુ સરકારે સ્વીકાર્યુ છે.
- Loksabha Election 2024: ભાજપનો 26 બેઠક જીતવાનો દાવો અહંકારથી ભરેલો છે-મુકુલ વાસનીક, કૉંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ
- Amit Chavda: ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષના નામે કરોડોનું જમીન કૌભાંડઃ અમિત ચાવડા