ગુજરાત

gujarat

ETV Bharat / state

GST કાઉન્સિલની આજે બેઠક, નાણામંત્રી આરોગ્ય વીમા, ઑનલાઇન ગેમિંગ અને નકલી નોંધણી પરના ટેક્સ અંગે નિર્ણય લેશે - gst council meet today

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે (9 સપ્ટેમ્બર) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની બેઠક મળવા જઈ રહી છે. GST કાઉન્સિલ વીમા પ્રિમીયમ પર કરવેરા, દરોને વ્યાજબી બનાવવા અંગે મંત્રીઓના જૂથ (GoM) ના સૂચનો અને ઑનલાઇન ગેમિંગ આવક પર સ્ટેટસ રિપોર્ટ સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. gst council meet today

નિર્મલા સીતારમણ (ફાઈલ તસ્વીર)
નિર્મલા સીતારમણ (ફાઈલ તસ્વીર) (IANS)

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2024, 12:00 PM IST

નવી દિલ્હીઃ GST કાઉન્સિલની આજે 53મી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકની અધ્યક્ષતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કરશે. જેમાં રાજ્યોના નાણા મંત્રીઓ અને ટેક્સ અધિકારીઓ પણ સામેલ થશે. GST કાઉન્સિલ વીમા પ્રિમીયમ પર કરવેરા, દરોને વ્યાજબી બનાવવા અંગે મંત્રીઓના જૂથ (GoM) ના સૂચનો અને ઑનલાઇન ગેમિંગ આવક પર સ્ટેટસ રિપોર્ટ સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. વધુમાં, ફિટમેન્ટ કમિટી જીવન, આરોગ્ય અને રિઇન્શ્યોરન્સ પ્રિમીયમ અને આવકની અસરો પર લાદવામાં આવેલા GST અંગેનો અહેવાલ રજૂ કરી શકે છે.

જેમાં હાલમાં જ CGST એક્ટ, 2017માં સમાવિષ્ટ સેક્શન 11Aના અમલીકરણ પર ચર્ચા થશે. આ વિભાગ પૂર્વવર્તી કર (પાછલી તારીખથી કર) માંગના કિસ્સામાં રાહત આપી શકે છે.

આજની GST કાઉન્સિલની બેઠકનો એજન્ડા

  1. આરોગ્ય વીમા, જીવન વીમા પર કર-
  2. GST કાઉન્સિલ આ અંગે વિચારણા કરશે કે શું સ્વાસ્થ્ય વીમા પરના કરનો બોજ વર્તમાન 18 ટકાથી ઘટાડવો જોઈએ કે વરિષ્ઠ નાગરિકો જેવી અમુક શ્રેણીની વ્યક્તિઓને છૂટ આપવી જોઈએ.
  3. દરને તર્કસંગત બનાવવું-
  4. પશ્ચિમ બંગાળના નાણા પ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્યએ ઓગસ્ટમાં GoMની બેઠક દરમિયાન દરોને વાજબી બનાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને મામલો વધુ ડેટા વિશ્લેષણ માટે ફિટમેન્ટ કમિટીને મોકલવામાં આવ્યો હતો.
  5. ઓનલાઈન ગેમિંગ પર આવકનો અહેવાલ-
  6. GST કાઉન્સિલ ઑક્ટોબર 1, 2023 પહેલાં અને પછી ઑનલાઇન ગેમિંગ દ્વારા એકત્રિત કરવામાં આવેલી GST આવકની સરખામણી કરતા સ્ટેટસ રિપોર્ટની ચર્ચા કરશે. તે તારીખ પહેલાં, મોટાભાગની ઑનલાઇન ગેમિંગ કંપનીઓએ GST ચૂકવ્યો ન હતો અને કુશળતા અને તકની વિવિધ રમતો માટે જુદા જુદા ટેક્સ દરો માટે દલીલ કરી હતી.
  7. નકલી નોંધણી સામે ઝુંબેશ-
  8. GST કાઉન્સિલ માટે બીજો મુદ્દો નકલી નોંધણીઓ સામે ચાલી રહેલી ઝુંબેશની સફળતા અને ઉલ્લંઘન કરનારાઓ સામે લેવાયેલી કાર્યવાહીની સમીક્ષા કરવાનો છે. આ મુદ્દે કાઉન્સિલ સમક્ષ શંકાસ્પદ GST ચોરીની કુલ રકમ પણ રજૂ કરવામાં આવશે.
  9. અન્ય સૂચનાઓ, સુધારા-
  10. GST કાઉન્સિલ 22 જૂને તેની છેલ્લી બેઠકમાં જાહેર કરાયેલ નોટિફિકેશનને મંજૂરી આપે તેવી શક્યતા છે, જેમાં માફી યોજના અને ઓગસ્ટમાં ફાઇનાન્સ એક્ટ 2024 દ્વારા સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા GST કાયદામાં વિવિધ સુધારાનો સમાવેશ થાય છે.
  1. બેંકોએ વધુમાં વધુ થાપણો મેળવવા માટે કંઈક નવું કરવું જોઈએ- નિર્મલા સીતારમણ - RBI BOARD OF DIRECTORS MEETING

ABOUT THE AUTHOR

...view details