સુરત:બારડોલી અયપ્પા સેવા સમિતિ દ્વારા આયોજિત 31મા વાર્ષિક પૂજા ઉત્સવમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિરથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રામાં કેરલા સમાજના 400થી વધુ ભક્તોએ પરંપરાગત વેશભૂષામાં ભાગ લીધો હતો.
કેરલા સમાજની શોભાયાત્રા: શોભાયાત્રામાં ઐરાવત (હાથી), પંચવાદ્ય, તૈયમ અને તાલાપોલી (પૂજાની થાળી) સાથે ભક્તોએ ભગવાન અયપ્પાના વિવિધ સ્વરૂપો ધારણ કર્યા હતા. પરંપરાગત વાદ્યોના સૂરો વચ્ચે નીકળેલી આ યાત્રા રાત્રે ગોવિંદ આશ્રમ સુધી પહોંચી હતી. જ્યાં ભજન, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
બારડોલીમાં અયપ્પા મંદિરે ભવ્ય શોભાયાત્રા (Etv Bharat Gujarat) ધાર્મિક કાર્યક્રમમાં લોકોએ લીધો ભાગ: દર વર્ષે જાન્યુઆરી માસમાં યોજાતા આ ધાર્મિક મહોત્સવમાં બારડોલી તાલુકામાં વસતા કેરલા સમાજના લોકો ઉત્સાહભેર ભાગ લે છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો. સમગ્ર શોભાયાત્રા દરમિયાન ભવ્ય લાઈટિંગ અને આકર્ષક સજાવટ કરવામાં આવી હતી, જેણે સમગ્ર વાતાવરણને ધાર્મિકમય બનાવી દીધું હતું.
આ પણ વાંચો:
- સુરતના નવાપરા ગામે હત્યાનો ભેદ ખુલ્યો, આરોપીઓએ પોલીસ સામે કરી ચોંકાવનારી કબૂલાત
- મકરસંક્રાંતિમાં ઊંધિયું બન્યું મોંઘુુ, સુરતમાં રૂ. 500 કિલોના ભાવે પણ લોકોની લાંબી કતારો