અમદાવાદ: સરકારી નોકરીનું સપનું જોતા યુવાઓ માટે મહત્વપૂર્ણ અને ઉપયોગી સમાચાર આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ ક્લાસ-1 અને 2 તથા ક્લાસ-3ની વિવિધ પરીક્ષાઓ માટેના જુદા જુદા અભ્યાસક્રમમાં ફેરફાર કરીને તમામ માટે હવે એક સામાન્ય અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. જેથી ઉમેદવારોને એકથી વધુ ભરતી પરીક્ષા માટે અલગ-અલગ તૈયારી ન કરવી પડે. GPSC દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે.
દરેક પરીક્ષા માટે એક જ તૈયારી
સરકારી ભરતી માટે GPSC દ્વારા ક્લાસ-1થી લઈને ક્લાસ-3 સુધીની વિવિધ ભરતી માટે પરીક્ષા લેવાતી હોય છે. જેમાં સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ થોડા ફેરફારો સાથે જુદો જુદો હોય છે. જોકે જુદી જુદી પરીક્ષાઓ આપતા ઉમેદવારોને આ કારણે દર વખતે અલગ તૈયારી કરવી પડતી હોય છે. આથી સામાન્ય અભ્યાસ વિષયનો નવો અભ્યાસક્રમ જાહેર કરાયો છે. જેથી ઉમેદવારોને નવી ભરતીની જાહેરાત બાદ નવા અભ્યાસક્રમની રાહ ન જોવી પડે અને તેઓ પહેલાથી આ માટે તૈયારી કરી શકે.