અમદાવાદ: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા થોડા સમય પહેલા ક્લાસ-1 અને 2ની વિવિધ જગ્યાઓ પર ભરતી અંગે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. હવે GPSCએ આ 15 ભરતી માટેની પ્રાથમિક કસોટીની તારીખ જાહેર કરી છે. કુલ 1868 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
GPSC દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં ક્લાસ 1-2ની પ્રાથમિક કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ આ પરીક્ષાઓ 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે. પ્રાથમિક કસોટી પૂરી થયા બાદ મુખ્ય કસોટીનું આયોજન કરવામાં આવશે. જે સંભવિત માર્ચ-2025માં યોજાઈ શકે છે અને આ બાદ ઈન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ ભરતીની પ્રાથમિક કસોટી 16 ફેબ્રુઆરીએ
- તબીબી અધિકારી, વર્ગ-2
- વીમા તબીબી અધિકારી,વર્ગ-2
- બાયોકેમેસ્ટ્રીના ટ્યુટર, વર્ગ-2
- કોમ્યુનિટી મેડીસીનના ટ્યુટર, વર્ગ-2
- ફોરેન્સિક મેડીસીનના ટ્યુટર, વર્ગ-2
- માઇક્રોબાયોલોજીના ટ્યુટર, વર્ગ-2
- પેથોલોજીના ટ્યુટર,વર્ગ-2
- ફીજીયોલોજીના ટ્યુટર, વર્ગ-2
- એનેટોમીના ટ્યુટર,વર્ગ-2
- ફાર્માકોલોજીના ટ્યુટર, વર્ગ-2