ગુજરાત

gujarat

ETV Bharat / state

PSI અને LRDની નોકરી માટે કુલ 14.36 લાખ જેટલા ઉમેદવારોએ અરજી કરી - Govt Job - GOVT JOB

PSI અને LRDની ભરતી માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. આ જગ્યા પર ભરતી માટે કુલ 14.36 લાખ જેટલા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Govt Job PSI LRD More than 14 Lakh Candidates Hasmukh Patel

કુલ 14.36 લાખ જેટલા ઉમેદવારોએ અરજી કરી
કુલ 14.36 લાખ જેટલા ઉમેદવારોએ અરજી કરી

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 10:40 PM IST

કુલ 14.36 લાખ જેટલા ઉમેદવારોએ અરજી કરી

ગાંધીનગરઃ 30મી એપ્રિલે રાત્રે 12 કલાકે PSI અને LRDની ભરતી માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. આ જગ્યા પર ભરતી માટે કુલ 14.36 લાખ જેટલા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી છે. જેમાંથી PSI માટે 4,53,000 અને લોકરક્ષકદળ LRD માટે 9,83,000 જેટલી અરજીઓ આવી છે. આમ, કુલ મળીને 14.36 લાખ જેટલા ઉમેદવારોએ આ બંને પોસ્ટ પર અરજી કરી છે.

કુલ 14.36 લાખ અરજીઓઃ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, એકલા LRD માટે અરજી કરી હોય તેવા ઉમેદવારોની 5.72 લાખ જેટલી અરજી આવી છે. LRD અને PSIની સાથે મળીને 4.10 લાખ જેટલી અરજીઓ આવી છે. કુલ અરજીઓ અંદાજિત 10,26,790 થાય છે. તેમાંથી PSI માટે 4,53,000 LRD માટે 9,83,000 સહિત કુલ અંદાજિત 14.36 લાખ જેટલી અરજીઓ આવી છે.

ખાસ વ્યવસ્થાઃ જે ઉમેદવારો બારમાની પરીક્ષા આપી રહ્યા છે અને તેઓ લોકરક્ષકની અરજી કરવા માંગે છે તેમની માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે ઉમેદવારો સ્નાતકની પરીક્ષા આપી રહ્યા છે તેમનું પરિણામ બાકી હોય છતાં અરજી કરવા માંગતા ઉમેદવારોને અરજી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લેવામાં આવશે. જે લોકો લાયકાત ધરાવતા હશે તેમના માટે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં 15 દિવસ ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર ભરાવાના શરૂ હશે ત્યારે અત્યારના નિયમ મુજબ છે. જે ઉમેદવારો લાયક હશે તેઓ ઉમેદવારી કરી શકશે.

26000 જેટલા ઉમેદવારોની ફી બાકીઃ આગામી તારીખ 7 મે ફી ભરવાની છેલ્લી તારીખ છે. પરંતુ ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વહેલી તકે પોતાની ફી ભરે. બેંકની ટેકનિકલ સમસ્યાને કારણે કેટલીકવાર પેમેન્ટ કર્યા બાદ પેમેન્ટ કેન્સલ થાય છે. અંતિમ તારીખમાં ફી ભરે અને ટેકનિકલ સમસ્યાને કારણે આ ફી રિટર્ન થાય તો તેવા ઉમેદવારો ગેરલાયક ગણાશે. તેથી ઉમેદવારો વહેલી ફી ભરે તો ટેકનિકલ સમસ્યા સર્જાય તો તેના ઉકેલ માટે સમય મળી રહે છે. ઉમેદવાર જો વહેલી ફી ભરી દે તો સંજોગો વચ્ચે કેન્સલ થાય તો ફરીથી પાછી ફી ભરવાનો સમય મળી રહે છે.અંદાજીત 26000 જેટલા ઉમેદવારોની ફી ભરવાની બાકી છે.

  1. GPSCએ મોકૂફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખો જાહેર, આ તારીખે નીકળશે નવા કોલ લેટર - Gpsc Announce Exam Date
  2. Talati Exam 2023 : તલાટી પરીક્ષાના 18 લાખ ઉમેદવારોએ આ તારીખ સુધીમાં આપવું પડશે કન્ફર્મેશન

ABOUT THE AUTHOR

...view details