ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકાના કંડોરણા ગામની સરકારી પ્રાથમિક શાળાની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં, છતમાંથી દેખાઈ રહ્યા છે લોખંડના સળિયા - ભણશે ગુજરાત

સરકારના 'ભણશે ગુજરાત' સ્લોગન સામે અનેક સવાલ ઉત્પન્ન કરતી વરવી હકીકત દ્વારકા જિલ્લાના કંડોરણા ગામથી સામે આવી હતી. અહીની સરકારી પ્રાથમિક શાળાની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં જોવા મળી હતી અને 115 જેટલા વિદ્યાર્થી જીવના જોખમે અભ્યાસ કરતા જોવા મળ્યા હતા.

દ્વારકાના કંડોરણા ગામની સરકારી પ્રાથમિક શાળા
દ્વારકાના કંડોરણા ગામની સરકારી પ્રાથમિક શાળા

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 9:46 AM IST

Updated : Mar 1, 2024, 11:05 AM IST

દ્વારકાના કંડોરણા ગામની સરકારી પ્રાથમિક શાળા

દ્વારકા:યુવાનો એ દેશનું ભવિષ્ય છે. અને દેશ ત્યારે આગળ વધે છે જ્યારે આજનો યુવાન ભણેલો ગણેલો હોય અને તેનો પાયો છે પ્રાથમિક શિક્ષણ. સરકાર પણ શિક્ષણ માટે અનેક પ્રયાસો તો કરી રહી છે પણ જે શાળામાં બાળકો ભણી રહ્યા છે તે સરકારી ઈમારતોમાં જ પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ છે.

શાળાની દિવાલો જર્જરિત:તમે જોઈ રહ્યા છો એ છે દ્વારકા જિલ્લાની કંડોરણા ગામની 30 વર્ષ જૂની સરકારી પ્રાથમિક શાળા. અહીં ધોરણ 1થી 8 સુધીના 115 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સ્કૂલના પ્રાર્થના હોલમાં છત પરથી પોપડા પડવા લાગ્યા છે. છતમાંથી લોખંડના સળિયા પણ જોઈ શકાય છે અને દિવાલમાં તિરાડો પડી ગઈ છે.

દ્વારકાના કંડોરણા ગામની સરકારી પ્રાથમિક શાળાદ્વારકાના કંડોરણા ગામની સરકારી પ્રાથમિક શાળા

વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ:રાજય સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે અનેક જગ્યાએ શિક્ષણ માટે પ્રાથમિક સવલતો મળી શકતી નથી જેનો પુરાવો દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામની સરકારી શાળાનો છે. આ મામલે ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓએ શાળાનું સમારકામ કરવા અથવા નવી શાળા બનાવવા માંગ કરી છે.

તંત્રને અનેક વખત રજૂઆત:ગ્રામજનો કહી રહ્યા છે કે આ શાળા અંદાજિત ત્રીસ વર્ષ જૂની છે. ત્યારે ગ્રામજનો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ જર્જરિત શાળામાં કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ? આ મામલે ગ્રામજનોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી માં કોઈ રીપેરીંગ કામ કરવામાં નથી આવ્યું. ત્યારે તમે જ વિચારો કે આમાં કેમ ભણે ગુજરાત ?

  1. Lok Sabha elections 2024: ગુજરાતની સૌથી મોટી લોકસભા બેઠક કચ્છની વિસ્તૃત સમીક્ષા
  2. Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી, વાંચો ક્યારે ફુંકાશે ભારે પવન ?
Last Updated : Mar 1, 2024, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details