જુનાગઢ: ગત 31 મેની મધ્યરાત્રીએ દાતાર રોડ પર રહેતા જૂનાગઢના ચંદુ સોલંકી નામના યુવાન પર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના અન્ય સાગરીતો દ્વારા સામાન્ય બાબતે બોલાચાલી અને મારપીટ થયા બાદ તેનું અપરણ કરીને ઢોર માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ગોંડલના ધારાસભ્યનો પુત્ર સહિત 10 સામે ફરિયાદ: આ મામલે મુખ્ય આરોપી તરીકે ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા અને અન્ય 8 થી 10 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં ગઈકાલ રાત્રે (બુધવારે) જુનાગઢ પોલીસે મુખ્ય આરોપી ગણેશ જાડેજાની અટકાયત કરી હતી.