સુરત: દેશના હિન્દુ નેતાઓની હત્યાનું ષડયંત્ર ઘડનારામાં સુરતના મૌલવી બાદ એક પછી એક આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી રહી છે, ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અગાઉ ઝડપાયેલા કઠોરના મૌલવી મહંમદ સોહેલ અબુબકર ટીમોલની પુછપરછના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે બિહારી યુવાન મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરને નેપાળ બોર્ડર નજીકના મુઝફ્ફરપુરમાંથી ઝડપી લીધો હતો. જ્યારે આ મામલે વધુ એક આરોપીને ઝડપી પાડવામા આવ્યો છે.
હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં વધુ એક આરોપીની ધરપકડ, આરોપી હિન્દુ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બન્યો હતો - surat crime branch - SURAT CRIME BRANCH
હિન્દુ નેતાઓને મારી નાખવાના ષડયંત્ર પ્રકરણમાં સુરત ક્રાઈમ બ્રાંચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. રાજસ્થાનના બિકાનેર ખાતેથી સુરત પોલીસે સ્થાનિક પોલીસની મદદ લઈ આ યુવકની ધરપકડ કરી હતી. આ યુવક સતત મૌલવી સોહેલ ટીમો સાથે સંપર્કમાં હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હિન્દુ યુવક ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બન્યો હતો અને મૌલવીના સંપર્કમાં હતો. પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર કબજે કરી આગળની તપાસ શરૂ કરી હતી, Surat Crime Branch arrested one more accused
Published : May 21, 2024, 1:17 PM IST
બિકાનેરના યુવકની સંડોવણી: ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાંદેડના બીએસસીના વિદ્યાર્થી શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલવીના કોલ ડિટેઈલ્સની સતત તપાસ ચાલુ હતી. આ તપાસ દરમિયાન રાજસ્થાનના બિકાનેરના એક યુવકની સંડોવણી બહાર આવી હતી. સુરત ક્રાઈમ બ્રાંચે બિકાનેરમાં ધામા નાંખ્યા હતા અને ત્યાંની પોલીસને સાથે રાખી આ યુવકની ધરપકડ કરાઈ હતી.
મૌલવીના સતત સંપર્કમાં રહેતો: ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયા પાસેથી મળતી માહિતી મુજબ હિંદુનેતાઓના યુવકનુ નામ અશોક સુથાર ઉર્ફે અબુબકર હોવાનુ જાણવા મળ્યું છે. મૌલવીના સતત સંપર્કમાં રહેતો અશોક સુથાર ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બન્યો હતો અને દિલ્હીમાં તેમજ બિકાનેરમાં રહેતો હતો. ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં તેના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાનના નંબરો પણ મળ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે તેના મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર જપ્ત કરી લીધા છે.