ગુજરાત

gujarat

ETV Bharat / state

ડાન્સ શીખવવાને બહાને શિક્ષકે સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ, ડાન્સ શિક્ષક સામે ફરિયાદ - SURAT CRIME

સુરતના કતારગામમાં એક ડાન્સ ટીચરે પોતાની જ વિદ્યાર્થિની પર નજર બગાડી હતી, અને તેણીને ડાન્સ શીખવવાને બહાને ઘરમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ બાબતે વિદ્યાર્થિનીના પિતાએ હવસખોર શિક્ષકની સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

ષ્કર્મ આચરનાર ડાન્સ શિક્ષક સામે ફરિયાદ
ષ્કર્મ આચરનાર ડાન્સ શિક્ષક સામે ફરિયાદ

By ETV Bharat Gujarati Team

Published : Apr 14, 2024, 4:31 PM IST

સુરત: કતારગામના એક ડાન્સ ટીચરે પોતાની જ વિદ્યાર્થિની પર નજર બગાડી હતી અને વિદ્યાર્થિનીને ડાન્સ શીખવવાને બહાને ઘરમાં બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ બાબતે વિદ્યાર્થિનીના પિતાએ હવસખોર શિક્ષક સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

ડાન્સ શીખવવાને બહાને કરતો બદકામ: કતારગામ પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ કતારગામ પાર્થ કોમ્પ્લેક્ષની સામે આવેલી રણછોડ નગર સોસાયટીમાં રહેતો આરોપી સંજય વણકર પોતે ડાન્સ ટીચર છે. આરોપી કતારગામની એક સ્કૂલમાં ડાન્સ ટીચર તરીકે નોકરી કરે છે. તેણે પોતાની સ્કુલની જ ધોરણ 11માં અભ્યાસ કરતી એક 16 વર્ષની વિધાર્થિની પર નજર બગાડી હતી અને ડાન્સ શીખવવાને બહાને પોતના ઘરે લઈ જઈને દુષ્કર્મ કરતો હતો. આરોપી જેવો સ્કૂલનો ટાઈમ પૂરો થઈ જાય એટલે તેને ઘરે જવા દેતો હતો. થોડા દિવસ અગાઉ વિદ્યાર્થિનીના પિતા સ્કૂલે ગયા હતા. ત્યારે તેમની પુત્રી સ્કૂલમાં નહોતી અને બપોરના સ્કૂલનો સમય પૂરો થયા બાદ તે ઘરે આવી ગઈ હતી, જેથી તેના પિતાએ પૂછપરછ કરતા ભાંડો ફૂટી ગયો હતો.

દુષ્કર્મની ફરિયાદ: કતારગામ પોલીસ મથકના પીઆઇ બી.કે ચૌધરીએ જણાવ્યું હતું કે, શિક્ષક શારીરિક શોષણ કરી રહ્યો છે, તે અંગે વિદ્યાર્થિનીના પિતાને જાણ થતા મામલો કતારગામ પોલીસ મથકે પહોચ્યો હતો. જ્યાં વિદ્યાર્થિનીના પિતાએ ડાન્સ ટીચર સંજય વણકર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

  1. Rape Crime : ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા, આરોપીને ફાંસીની માગ, તંત્રએ શરુ કરી બુલડોઝર કાર્યવાહી
  2. Gir Somnath Crime : બે બાળકીઓ સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો, સુત્રાપાડા પોલીસની કાર્યવાહી

ABOUT THE AUTHOR

...view details