ખેડા:બાળકો માટે જીવલેણ પુરવાર થતાં ચાંદીપુરા વાયરસે દેખા દેતા જિલ્લામાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જીલ્લાભરમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કપડવંજ તાલુકાના ફુલજીના મુવાડા ગામે રહેતા ચાર વર્ષિય બાળકને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા.બે દિવસ અગાઉ સવારના સમયે બાળકની તબિયત લથડી હતી.તેને ઝાડા,ઉલટી,તાવ અને ખેંચ આવતા તેને હિંમતનગરની મેડીકલ કોલેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં હાલ તે સારવાર હેઠળ છે.બાળકના લોહીના સેમ્પલ લઈ પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
ખેડામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ આવ્યો - Chandipura virus Kheda - CHANDIPURA VIRUS KHEDA
જીલ્લામાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કપડવંજના ફુલજીના મુવાડા ખાતે રહેતા ચાર વર્ષિય બાળકને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા.હાલ બાળક હિંમતનગરની મેડીકલ કોલેજ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
Published : Jul 18, 2024, 9:59 PM IST
આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ: શંકાસ્પદ કેસને પગલે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગની ટીમ ગામમાં પહોંચી હતી.આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ,ડસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી. સાથે જ ડોર ટુ ડોર સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.ઉપરાંત તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જીલ્લામાં પણ વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.
સમગ્ર જીલ્લામાં કામગીરી હાથ ધરાઈ: આ બાબતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એ.ધ્રુવેએ જણાવ્યુ હતું કે બે દિવસ અગાઉ સવારે બાળકને તકલીફ થઈ હતી. તેને ઝાડા,ઉલટી,તાવ અને ખેંચ આવતા હિંમતનગરની મેડીકલ કોલેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.હાલ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે તેમજ ડસ્ટિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.