ભાવનગર: રેલવે ડીવીઝન દ્વારા વધુ એક ટ્રેન જૂનાગઢ પરિક્રમાને લઈને જાહેર કરાઈ છે. વેરાવળ ગાંધીગ્રામ અને જૂનાગઢ રાજકોટ બાદ વધુ ત્રીજી ટ્રેન ફાળવાઈ છે. જો કે ત્રીજી ટ્રેન 7 દિવસ માટે શરૂ કરવામાં આવી છે. જેમાં તારીખ, સમય, સ્ટેશન દરેકની જાહેરાત કરવામાં આવી છે.
ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા વધુ એક જૂનાગઢ પરિક્રમાને પગલે ટ્રેન ફાળવવામાં આવી છે. આ ટ્રેન સૌરાષ્ટ્રના મીટરગેજ વિસ્તારના રેલવેના ક્ષેત્રમાં ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટ્રેન ક્યાંથી અને ક્યારે ચાલશે ચાલો જાણીએ
જૂનાગઢ પરિક્રમાને લઈ ફાળવાય નવી ટ્રેન :જુનાગઢ પરિક્રમાને લઈને રેલ્વે ડિવિઝન દ્વારા અગાઉ બે ટ્રેન નવી શરૂ કર્યા બાદ ફરી વધુ એક ટ્રેન શરૂ કરવામાં આવી છે. રેલવે ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે 11 નવેમ્બર થી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ વચ્ચે પરિક્રમાને લઈને એક સ્પેશિયલ ટ્રેન ચાલશે, જેની જાહેરાત કરાય છે. આથી અમરેલી અને તેની આસપાસના લોકો તેમજ અન્ય અમરેલી મારફત જુનાગઢ જવા વાળાને સ્પેશિયલ પરિક્રમાને લઈને ટ્રેનનો લાભ મળી શકશે.
સમય અને તારીખ પણ થયા જાહેર: રેલવે ડિવિઝન દ્વારા મીટરગેજ સેક્શનમાં પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન અમરેલી જુનાગઢ અમરેલી ચાલુ કરવામાં આવી છે, ત્યારે અમરેલી થી જુનાગઢ જતી પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેનને લઈને સમય પણ ફાળવવામાં આવ્યો છે. અમરેલી થી સવારે 9:00 કલાકે ઉપડશે અને બપોરે 12:40 કલાકે જુનાગઢ પહોંચશે તેવી જ રીતે જુનાગઢ થી અમરેલી માટે જુનાગઢ થી બપોરે 15:30 કલાકે ઉપડશે અને સાંજે 19:30 કલાકે અમરેલી પહોંચશે.
સ્ટેશનો અને કેટલા દિવસ મળશે સેવા: ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા અગાઉ વેરાવળ ગાંધીગ્રામ, જુનાગઢ રાજકોટ બે ટ્રેન શરૂ કરવામાં આવી છે, જે બ્રોડગેજ સેક્શનમાં ચાલી રહી છે. ત્યારે હવે ત્રીજી મીટરગેજ સેકસનમાં અમરેલી અને જુનાગઢ વચ્ચે આજથી 11 નવેમ્બર થી 17 નવેમ્બર સુધી ખાસ પરિક્રમાને લઈને ટ્રેન દોડાવવામાં આવશે, જેમાં સ્ટેશનનો જોઈએ તોરણીયા, બીલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર, ધારી, ચલાલા અને અમરેલી પરા સ્ટેશન ઉપર સ્ટોપ આપવામાં આવ્યા છે.
- જૂનાગઢ પરિક્રમા માટે બે સ્પેશિયલ ટ્રેન દોડશે : જાણો બુકિંગ, સમય અને ભાડાની સમગ્ર વિગત
- લીલી પરિક્રમા માટે રાજકોટથી જૂનાગઢ વધારાની 50થી વધુ બસો દોડશે