ગીર સોમનાથ:મુકુંદભાઈ ચુડાસમા અને તેનો પરિવાર અનોખા જલારામ ભક્ત તરીકે પ્રભાસતીર્થ ક્ષેત્રમાં ઓળખાઈ રહ્યો છે. આજથી 19 વર્ષ પૂર્વે ઈંગ્લેન્ડ કામ માટે ગયેલો ચુડાસમા પરિવાર આજે લંડન સ્થાયી થયો છે. પરંતુ દર વર્ષે જલારામ જયંતીના દિવસે સહ પરિવાર પ્રભાસ પાટણ આવીને જલારામ જયંતિની ઉજવણી કરે છે. ચુડાસમા પરિવારનું વારસાગત ઘર પ્રભાસ પાટણમાં આવેલું છે. જેમાં પરિવારની ઈચ્છાથી જલારામ મંદિર ઉભું કરવામાં આવ્યુ છે. જેની સેવા પૂજાની જવાબદારી પાડોસમાં રહેતા જયાબેન રામાનંદી નીભાવી રહ્યા છે. માતા-પિતાની ઈચ્છા અનુસાર પારિવારિક ઘરને મંદિરમાં પરિવર્તિત કરીને મુકુંદભાઈ અને સમગ્ર ચુડાસમા પરિવાર એક અનોખી ભક્તિનો સંદેશો પણ આપે છે.
પ્રભાસ પાટણના અનોખા જલારામ ભક્ત
પ્રવાસ પાટણમાં રહેતા મુકુંદભાઈ ચુડાસમા અને તેમનો સમગ્ર પરિવાર આજથી 19 વર્ષ પૂર્વે રોજગારી માટે ઇંગ્લેન્ડ ગયો હતો. જ્યાં તેઓ આજે ઇંગ્લેન્ડના નાગરિક તરીકે સ્થાયી થાય છે. પરંતુ દર વર્ષે જલારામ જયંતીના અવસરે સમગ્ર ચુડાસમા પરિવાર લંડનથી પ્રભાસ પાટણ આવે છે. તેની પાછળ પણ એક રોચક કહાની જોવા મળે છે. મુકુંદભાઈના માતા-પિતાની ઈચ્છા અનુસાર પ્રભાસ પાટણમાં આવેલું પારિવારિક ઘર વેચવાની જગ્યાએ અહીં જલારામ બાપાનું એક મંદિર બને તેવી ઈચ્છા પૂર્ણ કરીને પાછલા 19 વર્ષથી પ્રભાસ પાટણના રામરાખ ચોકમાં આવેલા ઘરમાં જલારામ બાપા અને વીરબાઈ માતાની પુરા કદની પ્રતિમા સ્થાપિત કરીને પારિવારીક ઘરને જલારામ બાપાના મંદિરમાં પરિવર્તિત કર્યું છે.