ગીર સોમનાથ : ડિસેમ્બર 2024 પહેલાં સોમનાથથી વંદે ભારત ટ્રેન શરૂ થવાની શક્યતાઓ બિલકુલ નથી. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ માધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે જે માર્ગ પર વંદે ભારત ટ્રેન ચાલી રહી છે ત્યાં ઇલેક્ટ્રીફીકેશનનું કામ ચાલી રહ્યું છે જેને કારણે સોમનાથથી વંદે ભારત ટ્રેન શરૂ થવાની હાલના તબક્કે કોઈ શક્યતાઓ નથી.
Gir Somnath News : આ સમય પહેલાં સોમનાથથી વંદે ભારત ટ્રેન શરૂ થવાની શક્યતા પર મુકાયું પૂર્ણવિરામ
સોમનાથથી વંદે ભારત ટ્રેન ક્યારે શરૂ થશે તેને લઈને અનેક અટકળોને હાલપૂરતો વિરામ આપવો પડે તેવા ખબર મળી રહ્યાં છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતાઓ પ્રમાણે ડિસેમ્બર 2024 સુધીનો લક્ષ્યાંક રેલવે વિભાગને આપવામાં આવ્યો છે તે મુજબ વંદે ભારત ટ્રેન શરૂ થવામાં વિલંબ થશે.
Published : Feb 8, 2024, 9:07 PM IST
ડિસેમ્બર 2024 સુધી વંદે ભારત ટ્રેન નહીં થાય શરૂ : સોમનાથથી વંદે ભારત ટ્રેન ક્યારે શરૂ થશે તેને લઈને અનેક અટકળો ચાલી રહી હતી સોમનાથ સુધી ઈલેક્ટ્રીક લાઈન નાખવાનું કામ શરૂ થયું છે જે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ ડિસેમ્બર 2024 સુધી સોમનાથથી વંદે ભારત ટ્રેન શરૂ થવાની કોઈ શક્યતાઓ નથી. વેરાવળ જેતલસર ઢસા અને બોટાદ સુધી ઇલેક્ટ્રિક લાઈનનું કામ પૂરું થયું છે પરંતુ બોટાદથી ગાંધીગ્રામ સુધી કામ ચાલુ છે. જેને પૂર્ણ કરવા માટે ડિસેમ્બર 2024 સુધીનો લક્ષ્યાંક રેલવે વિભાગને આપવામાં આવ્યો છે તે મુજબ વંદે ભારત ટ્રેન શરૂ થવામાં વિલંબ થશે.
જનસંપર્ક અધિકારીએ આપી વિગતો : પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ માધ્યમોને પ્રેસ રિલીઝ મારફતે વિગતો આપતા જણાવ્યું હતું કે સોમનાથ અને વેરાવળ રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કામ ચાલી રહ્યું છે જે આગામી મહિનાઓમાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે. વધુમાં વંદે ભારત ટ્રેનના અપડેટ વર્ઝન માટે પણ કામ ચાલી રહ્યું છે. જેમાં ટ્રેનની સાથે પ્રવાસીઓની સલામતી સુવિધા ઝડપ અને આર્મર પ્રોટેકશન સિસ્ટમ પર પણ કામ ચાલી રહ્યું છે. વંદે ભારત ટ્રેન પાવર સિસ્ટમ દ્વારા સંચાલિત છે જેથી તેને ઇલેક્ટ્રીફાઇડ વિસ્તારમાં ચલાવવામાં આવે છે. જેથી ટ્રેનના માર્ગ પર ઇલેક્ટ્રીફીકેશન કામ પૂરું ન થાય ત્યાં સુધી સોમનાથથી વંદે ભારત ટ્રેન શરૂ થાય તેવી એક પણ શક્યતાઓ નથી. બોટાદ સાબરમતી અમદાવાદ સેક્શન પર ટ્રેન ટેકનિકલ રીતે ચલાવવી આજના દિવસે અશક્ય છે જેને કારણે ડિસેમ્બર 2024 સુધીમાં સોમનાથથી વંદે ભારત ટ્રેન શરૂ થવાની કોઈપણ શક્યતાઓ નથી.