ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: AAPની મહિલા કોર્પોરેટરે ભાજપના કોર્પોરેટરોને તમાચો મારવાની ચીમકી આપી, જાણો કેમ

બજેટને લઈ આજે સુરત મહાનગર પાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરોએ ભાજપના કેટલાક કોર્પોરેટરોને ધમકી આપી હતી કે જો ભાજપના કોર્પોરેટર તેમની ઉપર ટીકા ટિપ્પણી કરશે તો આવનાર સભામાં તેઓ તેમને મોઢા પર તમાચો ઝીંકી દેશે.

સુરત મહાનગર પાલિકા
સુરત મહાનગર પાલિકા

By ETV Bharat Gujarati Team

Published : Feb 20, 2024, 2:55 PM IST

બજેટને લઈ આજે સુરત મહાનગર પાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ

સુરત: મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસકો અને વિપક્ષ આમને સામને ગયા હતા. સામાન્ય સભામાં બજેટને લઈ ચર્ચા વખતે પક્ષ અને વિપક્ષ બંને વચ્ચે ગરમાગરમી સર્જાઈ હતી. શાસક પક્ષના કોર્પોરેટરે વિપક્ષ મહિલા કોર્પોરેટર પર કટાક્ષ કર્યો હતો. જેનાથી શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી શરૂ થઈ ગઈ હતી. થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું.

બજેટ ચર્ચા દરમિયાન ટીકા ટીપ્પણી:જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરો દ્વારા બજેટને લઈ ચર્ચા કરવામાં આવી રહી હતી. ત્યારે ભાજપાના કેટલાક કોર્પોરેટરો દ્વારા વચ્ચે ટીકા ટીપ્પણી કરાઈ હતી. જેને લઇ આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરો ઉશ્કેરાઈ ગઈ હતી અને સામાન્ય સભામાં ચીમકી આપી હતી કે જો આવનાર સમયમાં ભાજપના કોર્પોરેટરો દ્વારા આવું જ વર્તન કરવામાં આવશે તો તેમને તમાચો ઝીંકી દેવામાં આવશે.

'ચર્ચા દરમિયાન કેટલાક ભાજપના કોર્પોરેટરો અને આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરોએ અમારી મહિલા કોર્પોરેટરો સામે ટીકા ટિપ્પણી કરી હતી. તેઓએ અશબ્દો કહ્યા હતા. તેઓએ કહ્યું હતું કે તમને કંઈ ખબર પડતી નથી તમે ક્યાંથી આવી ગયા છો. આવનાર સમયમાં આવી જ રીતે આ લોકો ટિપ્પણી કરશે તો અમે તમાચો મારી દઈશું.' - મોનાલી હીરાપરા, આપ કોર્પોરેટર

ભાજપમાં કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ જણાવ્યું હતું, ખૂબ જ સરસ બજેટ રજૂ કરવામાં આવ્યો છે તેમ છતાં વિપક્ષ માત્ર હોબાળો કરવામાં જ રસ ધરાવે છે. તેઓ ખોટી રીતે હોબાળો કરી રહ્યા છે.

  1. Mobile Tower Permission Scam : સરકારી જમીન પર મોબાઇલ ટાવરની મંજૂરી આપી પૂર્વ નગરસેવક ભાડું વસૂલતાં રહ્યાં, 3 વર્ષે ભાંડો ફૂટ્યો
  2. Rajkot News : સુરત કોન્ટ્રાક્ટરના અપહરણ કેસમાં ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર બાદ નોંધાઇ ફરિયાદ, ગોંડલ નગરપાલિકાનો મામલો જાણો

ABOUT THE AUTHOR

...view details