ગુજરાત

gujarat

ગાંધીનગર પોલીસે સાયબર ક્રાઇમનો શિકાર બનેલા લોકોને 56 લાખ પરત અપાવ્યા - Cyber ​​crime cases in Gandhinagar

By ETV Bharat Gujarati Team

Published : Aug 2, 2024, 5:29 PM IST

ગાંધીનગર જિલ્લામાં સાયબર માફી આવો સક્રિય બન્યા છે. છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર જીલ્લામાં સાયબર ક્રાઇમના કેસ વધી રહ્યા છે. જે વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તેને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

આર.આઇ.દેસાઈ, Dysp
આર.આઇ.દેસાઈ, Dysp (Etv Bharat Gujarat)

આર.આઇ.દેસાઈ, Dysp (Etv bharat Gujarat)

ગાંધીનગર:છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર જીલ્લામાં સાયબર ક્રાઇમના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં ગયા વર્ષે સાયબર માફી આવો દ્વારા 114.90 કરોડનું ફ્રોડ કરવામાં આવ્યું હતું. વિવિધ લોભામણી સ્કીમો અને જાહેરાત દ્વારા લોકોએ તેમની સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી થઈ હોવાની ફરિયાદો વિવિધ પોલીસ મથકોમાં નોંધાવી હતી. તેમાંથી પોલીસે 46 ટકા 54 કરોડ લોકોને પાછા અપાવ્યા છે. આ પોલીસે અડધાથી પણ ઓછી રકમ લોકોને સુરક્ષિત પરત અપાવી છે.

રૂપિયા 56 લાખ જેટલી રકમ ગાંધીનગર જિલ્લા પોલીસે પરત અપાવી છે. જો કોઈ વ્યક્તિને અજાણ્યા નંબર પરથી કોલ આવે અને પૈસા કમાવાની લાલચ આપે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરાઈ છે. પોલીસે લોકોને અજાણ્યા નંબર સાથે બેંક અને વ્યક્તિગત ઓળખના ડોક્યુમેન્ટ શેર ન કરવા માટે અપીલ કરી છે. અજાણી લિંક ઉપર ક્લિક ન કરવા માટે પોલીસ જનજાગૃતિ અભિયાન પણ ચલાવે છે.

ડીવાયએસપી આર આર દેસાઈએ જણાવ્યું કે, બેંક ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સહિતની વિવિધ કેન્દ્રીય સંસ્થાઓના નામે સાયબર માફીયા દ્વારા ખોટા ઇ-મેલ અને કોલ કરવામાં આવે છે. સાયબર માફિયા પોતાની મોડેસ ઓપરેંટી સતત બદલતા રહે છે. સાઇબર ક્રાઈમનો શિકાર કોઈ વ્યક્તિ બને તો કોઈ પણ જાતનો ગભરાટ અને ડર રાખ્યા વગર તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે. ગાંધીનગર પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમ અટકાવવા માટે સતત જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ જનજાગૃતિ અભિયાનની ચોમેર પ્રશંસા થઈ રહી છે.

  1. ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓને અનફ્રીઝ કર્યા - Bank accounts unfreeze

ABOUT THE AUTHOR

...view details