ગાંધીનગર : ગાંધીનગરમાં અર્બુદા સેનાની સંગઠન બેઠક યોજાઈ હતી. પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના પ્રમુખ વિપુલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. અર્બુદા સેવા સમિતિના વરિષ્ઠ આગેવાનો મિટિંગમાં જોડાયા હતાં. બેઠકમાં આગેવાનોએ સમાજના વિકાસ માટે રોડમેપ તૈયાર કરવાનું આહવાન કર્યું હતું.
આંજણા ચૌધરી સમાજ વર્ષોથી પોતાના આગેવાનો જે કોઈ દિશા સૂચન કર્યું હોય એ પ્રમાણે ચાલતો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં રામ રાજ્યની સ્થાપના કરી છે. મોદીનો હાથ મજબૂત કરવા માટે ચૌધરી સમાજ તેમની સાથે છે. મંત્રીઓ આવવાના અને જવાના છે. હું સક્રિય રાજકારણમાં સમાજનો પ્રભાવ વધારવા માટે આવ્યો છું. કોઈ વ્યક્તિગત ઈચ્છાઓ ચૂંટણીલક્ષી નથી. કોઈ આગેવાન કે સમાજ પર સરકારના લેબલો લગાડવા તે મારી દ્રષ્ટિએ બરાબર નથી. સમાધાન કરીને સમાજના મીઠા ફળનો સમય પાકી ગયો છે એ જ ખાવા નીકળ્યા છીએ. રાજ્ય સરકારે ચૌધરી સમાજ ટ્રસ્ટને તરીકે ચેરિટેબલ ટ્રેસ્ટ તરીકે સચાલન થઈ શકે તે માટે સ્વીકાર કર્યો છે. ચૌધરી સમાજને ગાંધીનગરમાં જમીન મળી રહે તે માટે સરકારે ખાતરી આપી છે...વિપુલ ચૌધરી (પ્રમુખ, અર્બુદા સેના )
સવા લાખ સભ્યો જોડવામાં આવશે : વિપુલ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે અર્બુદા સેનામાં સવા લાખ સભ્યો જોડવામાં આવશે. અર્બુદા સેનાનો વિસ્તાર કરવાનો ચૌધરી સમાજે સંકલ્પ કર્યો છે. નવા સવા લાખ સભ્યોને અર્બુદા સેનામાં જોડવામાં આવશે. રાજ્યની સંપત્તિને નુકસાન કરીને અનેક સમાજના સંગઠનો ખોવાઈ ગયા છે. તમામ વિપરીત પરિસ્થિતિમાં ચૌધરી સમાજે સંયમ જળવ્યો છે. ચૌધરી સમાજ રાષ્ટ્ર નિર્માણ કરવા નીકળ્યો છે.
વગર વ્યાજે નાણાકીય સહાય : વિદેશ જતાં વિદ્યાર્થીઓને ચૌધરી સમાજ વગર વ્યાજે નાણાકીય સહાય આપશે. ચૌધરી સમાજના અનેક યુવાનો ભણીગણીને વિદેશમાં સ્થાયી થવા માંગે છે. વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓને ચૌધરી સમાજ વગર વ્યાજે નાણાકીય સહાય પૂરી પાડશે. વિદેશમાં જતો આપણા સમાજનો યુવાન વિદેશમાં વિઝા સરળતાથી મળી જાય અને ત્યાં પણ તે સમાજનું નામ રોશન કરે તેવા પ્રયત્નો આજે આ સમાજ કરી રહ્યો છે.
હાલ જામીન મુક્ત છે વિપુલ ચૌધરી : વિપુલ ચૌધરીને સાગરદાણ કૌભાંડમાં કોર્ટે દોષિત ઠેરવ્યાં હતાં. સાગરદાણ કૌભાંડમાં મહેસાણાની કોર્ટ દ્વારા કેસના 15 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતાં. જેમાં દૂ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનો પણ સમાવેશ થયો હતો. કોર્ટે આ કેસમાં વિપુલ ચૌધરીને 7 વર્ષની સજા સંભળાવી હતી. મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવા અંગે જે કૌભાંડ થયું હતું. હાલમાં તેઓ જમીન પર મુક્ત થયા છે.
- Vipul Chaudhary Bail: વિપુલ ચૌધરીને સેસન્સ કોર્ટે આપી મોટી રાહત, સજા ઉપર કોર્ટે સ્ટે આપ્યો
- Sagardan Scam Case: સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સહિત 15 લોકોને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી