ગુજરાત

gujarat

ETV Bharat / state

ગિફ્ટ સિટીમાં આયોજિત વર્લ્ડ જૂનિયર ચેસ ચેમ્પિયનશિપમાં 46 દેશોના 230 ખેલાડીઓએ ભાગ લીધો - Gandhinagar News

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જૂનિયર ચેસ ચેમ્પિયનશિપ – 2024 ટૂર્નામેન્ટ શરૂ થઈ છે. ભારત સહિત 46 દેશોના 230 ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો છે. ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને ફેડરેશન ઈન્ટરનેશનલ ડેસ ઈચેક્સ (FIDE)ની આગેવાની હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) દ્વારા આ વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024 યોજાઈ રહી છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 11, 2024, 9:44 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ગાંધીનગર: ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જૂનિયર ચેસ ચેમ્પિયનશિપ – 2024 ટૂર્નામેન્ટ શરૂ થઈ છે. ભારત સહિત 46 દેશોના 230 ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો છે. ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન (AICF) અને ફેડરેશન ઈન્ટરનેશનલ ડેસ ઈચેક્સ (FIDE)ની આગેવાની હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન (GSCA) દ્વારા આ વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ 2024 યોજાઈ રહી છે.

ગુજરાત અગ્રેસરઃ આ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓનું સ્વાગત કરી ઉત્સાહ વધારતા રમત ગમત અને ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ જણાવ્યું હતુ કે, દુનિયાભરમાંથી આવેલા જૂનિયર ચેસ પ્લેયરને મળવાનો અવસર પ્રાપ્ત થયો છે. ગુજરાતની ધરતી દેશ-દુનિયામાં રમાતી રમતોનું આયોજન કરવામાં અગ્રેસર રહી છે. ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન GSCA સાથે મળીને રાજ્ય સરકાર દ્વારા અતિ મહત્વની ગણાતી ટૂર્નામેન્ટમાં દુનિયાભરમાંથી ખેલાડીઓ સહભાગી થયા છે. ભારતના મહેમાન બનેલા આ ખેલાડીઓએ ચેસમાં અનેક મેડલો જીત્યા છે. જે આવનારા સમયમાં સીનિયર લેવલે રમવાના છે એવા જૂનિયર ચેસ ખેલાડીઓની આજે ઉત્સાહ વધારવાની મને તક મળી છે. આ ઈવેન્ટ ચેસની દુનિયામાં વધતી પ્રતિભા અને આ બૌદ્ધિક રમતને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પૂરાવો છે.

46 દેશોના 230 ખેલાડીઓઃ હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત ગુજરાત સફળતાપૂર્વક આ વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે. ભારત સહિત 46 દેશોના 230 કુશળ ખેલાડીઓ વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યા છે. ખેલાડીઓને ગુજરાતી આતિથ્ય, ગુજરાતી ભોજન, ગુજરાતની સંસ્કૃતિ, જોવાનો અવસર મળ્યો છે. ગુજરાતના વિચારો-સંસ્કૃતિ દેશ દુનિયા સુધી પહોચાડવાનું આ ઉત્તમ પ્લેટફોર્મ છે.

ગુજરાતી ખેલાડીઓ આશાસ્પદઃ આ પ્રસંગે 9મા ચરણમાં પ્રતિયોગિતામાં જીત તરફ આગળ ચાલતી ભારતીય ખેલાડી દિવ્યાને હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં આ ખેલાડી ભારત માટે અનેક મેડલો જીતશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારે આગામી વર્ષોમાં પણ રાષ્ટ્રીય -આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ યોજવા માટે અનેક યોજનાઓ બનાવી છે. ગુજરાત સરકાર અને એસોસીએશનના સહકાર દ્વારા અનેક રમતોનું ગુજરાતમાં સફળ આયોજન થઇ રહ્યું છે. આવા આયોજનો થકી ગુજરાતના યુવાનોને રમત ગમત ક્ષેત્રે વધુમાં વધુ જોડવાનો આ ભગીરથ પ્રયાસ છે.

  1. ચેસ માસ્ટર આર પ્રજ્ઞાનંદે, વિશ્વના બીજા નંબરના ખેલાડીને હરાવી મોટી સિદ્ધિ મેળવી - NORWAY CHESS
  2. ભારતીય ચેસ માસ્ટર પ્રજ્ઞાનંદે વિશ્વના નંબર 1 ખેલાડી કાર્લસનને હરાવ્યો - R Praggnanandhaa

ABOUT THE AUTHOR

...view details