ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ સહિત 30 ઉમેદવારોના ફોર્મ મંજૂર, 6 ફોર્મ રદ - Gandhinagar Lok Sabha seat - GANDHINAGAR LOK SABHA SEAT

લોકસભા ચૂંટણી 2024ને લઇને થઇ રહેલી મહત્ત્વની કાર્યવાહીમાં આજે ગાંધીનગર લોકસભા બેઠક પર ભરાયેલા 36 ફોર્મમાંથી અમિત શાહ સહિત 30 ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યાં છે. તો ત6 ફોર્મ રદ કરવામાં આવ્યાં છે.

ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ સહિત 30 ઉમેદવારોના ફોર્મ મંજૂર, 6 ફોર્મ રદ
ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ સહિત 30 ઉમેદવારોના ફોર્મ મંજૂર, 6 ફોર્મ રદ

By ETV Bharat Gujarati Team

Published : Apr 20, 2024, 9:21 PM IST

ગાંધીનગર : રાજ્યની હાઈ પ્રોફાઈલ એવી ગાંધીનગર સીટ પર આજે ફોર્મ ચકાસણીનું કામ શરૂ થયું હતું. ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીમાંથી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને કોંગ્રેસમાંથી સોનલબેન પટેલ ચૂંટણી લડી રહ્યા છે. રાષ્ટ્રીય પક્ષોના આ બે ઉમેદવાર સહિત કુલ 36 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ત્યારે સ્ક્રૂટિની બાદ આજે ભાજપ ઉમેદવાર અમિત શાહ સહિત 30 ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યાં છે.

ગાંધીનગર લોકસભા બેઠક

6 ફોર્મ રદ : ગાંધીનગર લોકસભા બેઠક પરકુલ 36 ફોર્મ પૈકી 6 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. જોકે રદ થયેલા મોટાભાગના ઉમેદવાર અપક્ષ હતા. ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, વેજલપુર, ઘાટલોડિયા, નારણપુરા, અને સાબરમતી વિધાનસભા બેઠકનો ગાંધીનગર લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. ગઈકાલે 19 એપ્રિલે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મમાં અપૂરતી માહિતી ભરવાને કારણે તેમના ફોર્મ રદ થયા હતા. બે ડમી ઉમેદવારોના ફોર્મ પણ રદ થયા છે. તેથી ગાંધીનગર લોકસભા સીટ પર કુલ 30 ફોર્મ મંજુર થયા છે.

22મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ દવેએ જણાવ્યું કે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોના ફોર્મની આજે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને મારી ઉપસ્થિતિમાં ફોર્મ ચેક કરવામાં આવ્યા હતા. ભાજપના અમિત શાહ, કોંગ્રેસના સોનલબેન પટેલ, બહુજન સમાજ પાર્ટીના મોહમ્મદ અનીશ દેસાઈ, રાઈટ ટું રિકોલ પાર્ટીના રાહુલ મહેતા સહિત કુલ 30 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે. જ્યારે બે અપક્ષ અને છ ઉમેદવારોના ફોર્મ નામંજૂર થયા છે. આગામી તારીખ 22 એપ્રિલ સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે.

  1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે છે આટલા કરોડની સંપત્તિ, સોંગદનામામાં દર્શાવી મિલ્કતની વિગત - Loksabha Election 2024 Amit Shah
  2. અમદાવાદમાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, રાહુલ-પ્રિયંકા સહિત કોંગ્રેસને લીધી આડે હાથ... - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details