હિટવેવથી લડવા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ સજ્જ (ETV Bharat Desk) ગાંધીનગર : હિટવેવથી લડવા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ સજ્જ છે. સિવિલ હોસ્પિટલમાં બધી જ ઓપીડી સમયસર શરૂ થઈ જાય છે. હોસ્પિટલમાં બધા જ વોટર કૂલર કામ કરી રહ્યા છે. દર્દીઓના સંબંધીઓને બેસવાના એરિયામાં પણ પંખા અને કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે. એક સાથે સામૂહિક રીતે હિટ સ્ટ્રોકના દર્દીઓ આવે તો 30 બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. વોર્ડમાં જરૂરી મેડિસિન અને દવાનો સ્ટોક કરવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ :ગ્રીન રાજધાની ગાંધીનગરમાં પણ ગરમીનો પારો સતત ઉંચો રહ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મેડિસન વિભાગ, પિડિયાટ્રિક વિભાગ સહિતના તમામ વિભાગોને હિટ સ્ટોર્કના લક્ષણો અંગેની જાણકારી આપવામાં આવી છે. વધુ પડતી ગરમીમાં કોઈપણ લક્ષણોને સામાન્ય સમજવા જોઈએ નહીં. હાલ વેકેશન ટાઈમ હોવા છતાં બધી જ OPD સમયસર ચાલુ થાય અને લોકોને સારવાર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
30 બેડનો અલાયદો વોર્ડ :વધી રહેલી ગરમીમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને તકલીફ ન પડે તે માટે કેટલીક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યાં દર્દીઓનો વેટિંગ રુમ છે ત્યાં પંખા, પાણી અને વોટર કૂલર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. હિટ સ્ટોકના વધુ દર્દીઓ આવે તો તેના માટે અલાયદા 30 બેડની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
હિટવેવ અંગે લોકજાગૃતિ :સરકાર દ્વારા હિટવેવથી બચવા માટે લોકોને જાગૃત કરવા માટે પ્રચાર પ્રસાર પણ શરૂ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં મેડિસિન અને પીડીયાટ્રીક ડિપાર્ટમેન્ટ દ્વારા હિટ સ્ટોકના લક્ષણો અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ચક્કર આવવા, ઉબકા થવા, આંખમાં બળતરા થવી, પગના પંજામાં દુખાવો, આંખમાં અંધારા, ઉલટી, ડાયરિયા સહિતના લક્ષણોને હળવાશથી ન લેવા જોઈએ.
- "પ્રિ મોન્સુન પ્રિપેર્ડનેસ" : ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે ગાંધીનગરમાં બેઠક યોજાઈ
- મદરેસાનું મેપિંગ અને વિદ્યાર્થીઓની ચકાસણી થશે, ગુજરાત સરકારના નિર્ણયનો આશય શું ? - Madrasa