ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં ભાજપના નેતાના ઘરે જુગારધામ ઝડપાયું, પોલીસે મુદ્દામાલ સાથે 4 ની ધરપકડ કરી - GAMBLING AT BJP LEADERS HOUSE

જામનગરમાંથી એક ભાજપ નેતા અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશરાજ પરમારને ત્યાંથી પોલીસે જુગારધામ ઝડપાયું હતું.

જામનગરમાં ભાજપના નેતાના ઘરે જુગારધામ ઝડપાયું
જામનગરમાં ભાજપના નેતાના ઘરે જુગારધામ ઝડપાયું (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2024, 6:37 AM IST

જામનગર:શહેરમાં આવેલ ગુલાબનગર વિસ્તારમાં રહેતા ભાજપ નેતા તથા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશરાજ પરમારના ઘરમાં રોકડ અને ટોકનથી ચાલતા ઓર્ગેનાઇઝ જુગારધામ ઉપર પોલીસે દરોડો પાડીને 4 જુગારીઓને રુપિયા 2.70 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસે ભાજપ નેતાના ઘરે જુગારધામ ઝડપ્યું:આ જુગારધામ અંગે મળતી માહિતી મુજબ જામનગરના ગુલાબનગરના શેરીનં-3 ચામુંડા કૃપા નામના મકાનમાં પહેલા માળે રહેતા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશરાજ દામજીભાઈ પરમાર પોતાના ઘરે જુગાર રમાડી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે PI પી.પી.ઝાની સુચનાથી PSI ઝેડ.એમ.મલેકે સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો.

જામનગરમાં ભાજપના નેતાના ઘરે જુગારધામ ઝડપાયું (Etv Bharat Gujarat)

પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો:જામનગર પોલીસે પાડેલા દરોડામાં જુગાર રમતા જશરાજ પરમાર ઉપરાંત વનરાજસિંહ દિલુભા જાડેજા, અરવિંદસિંહ બટુકસિંહ રાયજાદા અને હિતેશ હર્ષદરાય કોટેચાને રોકડ રૂ. 2. 70 લાખ સહિત રુ. 50 હજારની કિંમતના 2 બાઇક, રુ. 20 હજારની કિંમતના 4 મોબાઇલ ફોનનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ સાથે અલગ અલગ કલરના પ્લાસ્ટિક ટોકન પણ જપ્ત કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપી ભાજપનેતા જસરાજ પરમારના પુત્ર પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલ કોર્પોરેટર છે.

આ પણ વાંચો:

  1. વિદ્યાર્થીની અમદાવાદના બોપલમાં હત્યામાં કોન્સ્ટેબલની સંડોવણીથી દુઃખી થયા DGP: ગુજરાત પોલીસને સંબોધી વિકાસ સહાયે કહ્યું...
  2. અમરેલી સગા કાકાએ માત્ર સાડા 3 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ, માનવતા લાજે તેવી ઘટના

ABOUT THE AUTHOR

...view details