અમરેલી:જિલ્લા સહીત સૌરાષ્ટ્રમાં અનેક ધાર્મિક સ્થળ આવેલા છે. જ્યાં હજારોની સંખ્યામાં પર્યટકો દર્શન કરવા આવે છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી ખાતે ખોડીયાર ડેમ પાસે ગળધરા ખોડીયાર મંદિર આવેલું છે. નદી કિનારે આવેલ વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે. જ્યાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. તેમજ આ મંદિર ઐતિહાસિક અને પર્યટન સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે.
ધોધ પાસે પ્રાચીન ખોડિયાર મંદિર: અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન ખોડીયાર ડેમ આવેલો છે. આ ડેમના નિંચાણવાળા વિસ્તારમાં એક મોટો ધોધ આવેલો છે. આ ધોધની બાજુમાં આ પ્રાચીન ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે.
અમરેલીના ધારી ખાતે ખોડીયાર ડેમ પાસે ગળધરા ખોડીયાર મંદિર આવેલું છે (ETV BHARAT GUJARAT) આ ધોધ અને મંદિરની હજારોની સંખ્યામાં ભક્તો મુલાકાત લે છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ગાઢ ગીરના જંગલમાં ડુંગરોની વચ્ચે આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. તેની બાજુમાં શેત્રુંજી નદી પસાર થાય છે. મંદિર પાસે વહેતા ધોધને જોવા માટે લોકો ત્યાં આવે છે.
વહેતા પાણીનો નયનરમ્ય નજારો:જ્યારે ડેમના દરવાજા ખુલ્લે ત્યારે ખળખળ વહેતા પાણી સાથે એક નયનરમ્ય નજારો જોવા મળે છે. અમરેલી જિલ્લામાં આમ તો અનેક પર્યટન સ્થળો તેમજ ધાર્મિક સ્થળો આવેલ છે. ત્યાં ધારી વિસ્તાર ગીરકાંઠાનો વિસ્તાર હોવાથી રાત્રિના સમયે સિંહ દીપડા હરણ અને નીલગાય જેવા પક્ષીઓ અને પ્રાણીઓ પણ જોવા મળે છે.
આ પણ વાંચો:
- અમરેલી પત્રિકા કાંડ: પાટીદાર દીકરીનો જેલમાંથી બહાર આવતા જ મોટો આક્ષેપ, કહ્યું- 'મને ન્યાય અપાવો'
- "સત્યમેવ જયતે બસ..." ત્રણ શબ્દોમાં પાટીદાર દીકરીએ લાગણી વ્યક્ત કરી, નિવાસસ્થાને ભાવુક દ્રશ્યો સર્જાયા