આનંદો ઓક્ટોબર મહિનામાં તહેવારોની મોજ, અનેક જાહેર રજાઓ, જાણો સંપૂર્ણ વિગતો - Holidays in October 2024 - HOLIDAYS IN OCTOBER 2024
ઓક્ટોબર મહિનામાં અનેક તહેવારો છે. ઓક્ટોબર મહિનામાં અનેક જાહેર રજા હોવાથી તમે તહેવારોની મોજ માણી શકશો. ક્યા તહેવારો છે અને કઈ રજાઓ છે, જાણીએ.... - Holidays in October 2024
અમદાવાદઃ ઓક્ટોબર મહિનાના આરંભે એટલે કે 2, ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. દેશ અને રાજ્યમાં ગાંધી જયંતી ઉજવાય છે. ગાંધી જયંતીએ જાહેર રજા છે. ગાંધી જયંતીના બીજા દિવસથી મહાશકિત ઉપાસનાનું પર્વ નવરાત્રીનો આરંભ થશે.
3, ઓક્ટોબરથી નવરાત્રી મહોત્સવ અને 12, ઓક્ટોબરના દિવસે દશેરા
2024ના વર્ષનો દસમો મહિનો ઓક્ટોબર મહિનો, તહેવારો અને જાહેર રજાથી ભરેલો છે. નવરાત્રી પર્વથી. 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી 10 દિવસ નવરાત્રી મહોત્સવ છે. ગુજરાતમાં નવરાત્રીનો 10મો દિવસ દશેરા તરીકે ઉજવાય છે અને દશેરાએ જાહેર રજા હોય છે. નવરાત્રી પર્વ દરમિયાન 10, ઓકટોબરના રોજ મહા સપ્તમી અને 11 ઓક્ટોબરના રોજ મહા અષ્ટમી ઉજવાય છે. ગુજરાતમાં લોકો નવરાત્રીના નવ દિવસ ખેલૈયાઓ બની ગરબા ગાય, ઉજાગરા કરીને દશેરાના દિવસે ફાફડા જલેબી આરોગે છે. અનેક શહેરોમાં રાવણ દહનનો જાહેર કાર્યક્રમ પણ યોજાય છે. દશેરાએ પણ જાહેર રજા છે.
નવરાત્રી બાદ દિવાળી પર્વનો શુભારંભ, દિવાળી વેકેશેન સાથે ફન ટાઇમ
દશેરાના 17 દિવસ બાદ દિવાળી પર્વનો શુભારંભ થાય છે. 29, ઓક્ટોબર - 2024ના દિવસે ધનતેરસ, 30 ઓક્ટોબરના રોજ કાળી ચૌદશ, 31 ઓક્ટોબરના દિવસે નરક ચતુર્થી ઉજવાશે. ઓક્ટોબર મહિનામાં હિંદુ તહેવારોના દિવસો વધુ છે. જે જાહેર રજાઓ પણ છે. જેના કારણે દિવાળી વેકેશન પર જતા ટુરિસ્ટ અને વેકેશનના ફેન જાહેર રજાઓની સાથે તહેવાર ઉજવણી અને ધાર્મિક વિધિ વિધાન કરી શકે છે. એટલે કહેવાય છે કે, ઓક્ટોબર -2024નો મહિનો એટલે ફન, હોલિ ડે અને ફૂલ એન્ટરટેઇન્મેન્ટનો મહિનો બની રહેશે. તો આજથી જ પ્લાન કરો તમારો ફેસ્ટિવલ ટાઈમ. ફન ટાઈમ... જુઓ આ કોષ્ટક...