ગુજરાત

gujarat

ETV Bharat / state

4 જુવાનજોધ કાળનો કોળીયો બની ગયા, ગોંડલ નજીક બે કાર વચ્ચે સર્જાઈ અકસ્માતની ગોઝારી ઘટના - Rajkot accident - RAJKOT ACCIDENT

રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર ગોંડલ નજીક વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતની આ ઘટનામાં ચાર જેટલા વ્યક્તિઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જાણો સમગ્ર વિગત આ અહેવાલમાં. Car Accident

ચાર આશાસ્પદ યુવકોના કરુણ મોત
ચાર આશાસ્પદ યુવકોના કરુણ મોત (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 10:55 AM IST

Updated : Aug 20, 2024, 12:30 PM IST

ગોંડલ નજીક નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત (ETV Bharat Reporter)

રાજકોટ :પોરબંદર નેશનલ હાઇવે પર ગોંડલ નજીક વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સ્વિફ્ટ કાર રાજકોટથી ધોરાજી તરફ જતી હતી, તે દરમિયાન સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર ઠેકી સામેથી આવતી બોલેરો કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગોંડલના 2 યુવાનો અને ધોરાજીના 2 યુવાનોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા. સમગ્ર બનાવને લઈને એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

અકસ્માતમાં જે કારનો કચ્ચરઘાણ નીકળ્યો તે કાર સાથે મૃતક યુવક સિદ્ધાર્થ કાચા (Etv Bharat Gujarat)

નેશનલ હાઈવે પર જીવલેણ અકસ્માત :રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે સિક્સ લેન બનવા જઈ રહ્યો છે. સામાન્ય વરસાદમાં હાઈવે ધોવાઈ જતા અનેક નાના-મોટા ખાડા પડ્યા છે. જેને લઈ અનેક અકસ્માત થઈ રહ્યા છે. આજે ગોંડલ નજીક નેશનલ હાઇવે પર સ્વિફ્ટ કાર GJ-03-LG_5119 રાજકોટથી ધોરાજી તરફ જઈ રહી હતી, ત્યારે વહેલી સવારે પોણા ચાર આસપાસ સ્વીફ્ટ કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાર ડિવાઈડર ઠેકી ગોંડલની સાંઢિયા પુલ ચોકડીથી ગુંદાળા ચોકડી તરફ જતી બોલેરો કાર GJ-03-ML-2444 સાથે અથડાતા બોલેરો અને સ્વીફ્ટ કાર પલટી ગઈ હતી.

હાઈવે લોહિયાળ બન્યો :આ બનાવ બાદ સૂત્રો અનુસાર જાણવા મળ્યું કે, સ્પીડ વધારે હોવાથી સ્વીફ્ટ કાર ડિવાઈડર ઠેકી બોલેરો કારની ઉપર પડી, બાદમાં બોલેરો કાર પલટી મારી હતી. સ્વીફ્ટ કાર આશરે 20 ફૂટ જેટલી પલટી મારી હતી. જેથી સ્વીફ્ટ કારમાંથી એન્જિન છૂટું પડી ગયું અને કાર ટોટલ લોસ થઈ જવા પામી હતી. અકસ્માતની જાણ થતાં બે 108, નગરપાલિકા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક યુવાનોના મૃતદેહને પી.એમ. અર્થ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ચાર યુવકોના મોત :આ જીવલેણ અકસ્માતમાં ગોંડલના સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ક્રિપાલસિંહ અપરણિત હતા અને ત્રણ ભાઈમાંથી ત્રીજા નંબરના હતા. આશરે ચાર મહિના પહેલા બીમારી સબબ ક્રિપાલસિંહના માતાનું અવસાન થયું અને ગત વર્ષ તેમના ભાઈનું અવસાન થયું હતું. આ બનાવને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મિત્રો અને પરિજનો સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. સ્વિફ્ટ કારમાં સવાર સિદ્ધાર્થ કિશોરભાઈ કાચા અને વિરેન દેશુરભાઈ કરમટા ધોરાજીના હતા. હાલ તેમના પરિવારની શોધખોળ પોલીસે હાથ ધરી છે.

  1. ગોંડલની હોસ્ટલમાં રહેતા વિદ્યાર્થીનું અચાનક મોત, પરિવારજનોના ગંભીર આક્ષેપ
  2. કૂવામાં પડી ડૂબવાથી ગોંડલના બે સગા ભાઈઓના મોત, પરિવારમાં આક્રંદ છવાયો
Last Updated : Aug 20, 2024, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details