ભાવનગર: ભાવનગર જિલ્લામાં કોસ્ટલ રેલવે લાઈનની વર્ષોથી માંગ છે. આ સાથે ટ્રેનોના સમય અને નવી ટ્રેનો માટે એક ડેલિગેશન દિલ્હી રેલમંત્રીને મળી આવ્યું છે. શહેર જિલ્લાના રેલવેના પ્રશ્નોને પગલે નિમુબેન સાથે રેલ મંત્રીને રજુઆત કરવામાં આવી હતી. આ દરમિયાન જાણો શુ શુ થઈ રજુઆત.
સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલવે લાઇન ભાવનગર મહારાજાએ નાખીને લોકોને સુવિધા પૂરી પાડી હતી. ત્યારે આજે આઝાદી બાદ રેલવેના પ્રશ્નોને લઈને રજુઆત કરી સુવિધા માંગવામાં આવે છે. ભાવનગર ભાજપના પાંચ નેતા આગેવાનનું પ્રતિનિધિ મંડળ દિલ્હીમાં રેલમંત્રીને મળીને રૂબરૂ માંગો કરી હતી.
રેલમંત્રીને દિલ્હીમાં રૂબરૂ રજુઆત
ભાજપ આગેવાન નેતા કિશોર ભટ્ટે જણાવ્યું હતું કે, પૂર્વ ડેપ્યુટી મેયર કે.ડી શાહ, હરદેવસિંહ ગોહિલ, કૌશિકભાઇ અજવાળીયા તથા હિતેશભાઈ પરીખ સહિત અમારું પાંચ લોકોનું ડેલિગેશન કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીની મુલાકાત લઈને 25 મિનિટ સુધી ભાવનગર રેલવેએ યોજના માટે લઈ ભાવનગર-હરિદ્વારની વિકલીને ડેઇલી કરવા, ભાવનગર-સુરત ટ્રેન આપવા તેમજ દ્વારકા, ઓખાના દર્શન માટે ભાવનગરની જનતા જે ઓખા દસ વાગ્યે ઉપડે છે તેને બદલે 8 વાગે કરવામાં આવે તો લોકો દ્વારકા દર્શન કરીને રાત્રે પરત ફરી શકે એ અંગે ટાઈમ ટેબલમાં ફેરફાર કરવા તેમજ અનેક સુવિધાઓ વધારવા માટે રજુઆત કરી છે.
મહત્વના બે પ્રોજેકટને લઈને પણ ટકોર કરાઈ
ભાવનગરના ભાજપના આગેવાન કિશોર ભટ્ટે જણાવ્યું હતું કે, રેલવેના પ્રશ્નો ભાવનગર અધેલાઈ, ધોલેરા-ખંભાત, ભરૂચ, અમદાવાદ નેશનલ રેલવે યોજના તેમજ ભાવનગર અકવાડા, અવાણિયા, પીપળીયો પુલ, ભુભલી, લિગ્નાઇટ મથક, સોમનાથ રેલવે યોજના ક્રમે ક્રમે સાગરમાળા અને ડીમાઈસી સાથે ભાવનગરની જનતાને ન્યાય મળવા જઈ રહ્યો છે. તેમજ ધોલેરા ભીમનાથને લિંક સાથે કાર્ય ઝડપી થઈ રહ્યું છે.
ભાવનગરની માર્ગ રેલવેની કનેક્ટિવિટી
ભાવનગર શહેરને કનેક્ટિવિટી માટે અમદાવાદ-ધોલેરા હાઇવે ફોરટ્રેક બની રહ્યો છે. જ્યારે કોસ્ટલ એરીયા તળાજા, મહુવામાંથી પસાર થતો નેશનલ સોમનાથ હાઇવે તૈયાર છે. ત્યારે આ બે કોસ્ટલ એરીયામાં રેલવે લાઇન નથી. રજવાડાના સમયમાં મહુવા રેલવે લાઇન હતી જે સમયે રેલવે દ્વારા નેરોગેજ કાઢવામાં આવી ત્યાર બાદ ત્યાં રેલવે લાઇન બંધ કરી દેવામાં આવી છે. હવે ફરી કોસ્ટલ લાઇન માટે કાગળીયે સર્વે થઈ રહ્યા છે. જો કોસ્ટલ લાઈનો રેલવેની થાય તો પરિવહન અને મુસાફરી માટે લોકોને સુવિધા મળી રહે.
આ પણ વાંચો: