અમદાવાદ: ઉત્સવપ્રેમી અમદાવાદીઓ માટે વર્ષ 2008 થી આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકસિત થયેલા કાંકરિયા તળાવ ખાતે નગરજનો માટે કાંકરિયા કાર્નિવલનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 15માં કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન તારીખ 25 થી 31 ડિસેમ્બર 2024 દરમિયાન કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલ 2024 દરમિયાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ વિસ્તારમાં વિનામૂલ્ય પ્રવેશ આપવામાં આવશે.
સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમનું આયોજન
કાંકરિયા કાર્નિવલ દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે રંગારંગ, સાંસ્કૃતિક તેમજ મનોરંજનના કાર્યક્રમો હાથ ધરવામાં આવતા હોય છે, તે મુજબ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ 2024 દરમિયાન સાતેય દિવસ વિવિધ રંગારંગ, સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
The Kankaria Carnival is just around the corner, and the stage is set for an unforgettable celebration! Get ready for spectacular performances, exciting contests, and so much more. Let’s come together to create memories that last a lifetime!#amdavadmuncipalcorporation #amc… pic.twitter.com/xvVQiO6qtc
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 19, 2024
ચોકલેટ ખાઈને વર્લ્ડ રેકોર્ડ બનાવાશે
15માં કાંકરિયા કાર્નિવલ 2024ના પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કૂલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતા 1000 જેટલા બાળકો દ્વારા સામુહિક રીતે એક સાથે કેન્ડી ચોકલેટ ખોલી અને તેને સંપૂર્ણ ખાઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે
લાઈટ એન્ડ સાઉન્ડ શો, લેઝર શો અને ડ્રોન શોના આયોજન થશે
તદુપરાંત થીમ બેઝ કાર્નિવલ, પરેડ તેમજ વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારિત કાર્નિવલ, હંગામા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લાઈટ એન્ડ સાઉન્ડ શો, લેઝર શો અને ડ્રોન શોનુ આયોજન કરવામાં આવ્યું છે.
ઈશાની દવે, કિંજલ દવે સહિત કલાકારો પ્રસ્તુતિ આપશે
કાંકરિયા કાર્નિવલ 2024 દરમિયાન નગરજનોના મનોરંજન માટે સાતે સાત દિવસો દરમિયાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ અંતર્ગત જાણીતા કલાકારો જેમકે સાંઈરામ દવે, ગીતાબેન રબારી, કિંજલ દવે, રાગ મહેતા, ઈશાની દવે, કૈરવી બુચ, પ્રિયંકા બાસુ, અપેક્ષા પંડ્યા, દેવિકા રબારી દ્વારા ગીત સંગીત તેમજ લોક ડાયરાના કાર્યક્રમમાં રજૂ કરવામાં આવશે.
Get ready to unleash your inner comedian! Kamlesh Darji is calling all creative and witty minds to join the hilarious stand-up comedy competition at the Kankaria Carnival. Are you prepared to deliver a sidesplitting performance that will have everyone in stitches? Don’t miss your… pic.twitter.com/a4yckdzkDl
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 23, 2024
મનન દેસાઈ અને ચિરાયુ મિસ્ત્રી જેવા આર્ટીસ્ટો સહિત અટેન્ડઅપ કોમેડી કરશે
કાર્નિવલ દરમિયાન મનન દેસાઈ, દીપ વૈદ્ય, ચરાયુ મિસ્ત્રી, અમિત ખુવા, સુરજ બરાલીયા દ્વારા કોમેડી શો, અતુલ બ્રહ્મભટ્ટ દ્વારા ગઝલ કાર્યક્રમ, મેઘધનુષ, સરફીરે, અહેસાસ બેન્ડ જેવા જાણીતા રોક બેન્ડ દ્વારા રોક બેન્ડ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. તેમજ ડીજે કિયારા સાથે શહેરીજનો ડીજે નાઈટની મજા માણી શકશે.
સેલ્ફ ડિફેન્સ અને માસ્ટર આર્ટના પરફોર્મન્સ થશે
જુદા જુદા કલ્ચરલ ગ્રુપ દ્વારા માર્શલ આર્ટ અને સેલ્ફ ડિફેન્સ, કોમેડી કોમ્પિટિશન, ડ્રમ સર્કલ બ્લેક કમાન્ડો, પિરામિડ શો, સિંગિંગ અને ઇન્સ્ટ્રુમેન્ટલ કોમ્પિટિશન, માઈમ અને નુક્કડ નાટક, મખમલ શો, ભારતીય ક્લાસિકલ ડાન્સ, લાઈફ સ્ટાઇલ પોપટ શો, પેટ ફેશન શો, ભારત સક્રિટ, કવિતા પઠન, ગીત સંગીત અને ડાન્સ કોમ્પિટિશન જેવા કાર્યક્રમો તેમજ બાળકોના મનોરંજન માટે મેજિક શો તેમ જ અન્ડરવોટર ડાન્સ શો, સાયકલ સ્ટંટ જેવા વિવિધ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સાલસા ડાન્સ અને મ્યુઝિકલ ફાઉન્ટેન આકર્ષણ બનશે
ઉપરાંત મેલ આર્ટ ટેટુ મેકિંગ, જગલર, મહેંદી આર્ટ, ગેમિંગ ઇવેન્ટ, લાઈવ કરાઓકે, મ્યુઝિકલ ફાઉન્ટેન, કિડ્સ લાફિંગ ક્લબ, ડ્રોઈંગ કોમ્પીટીશન, ફિટનેસ ડાન્સ, સ્ટોક સ્ટ્રેસ મેનેજમેન્ટ, મોટીવેશનલ ટોક ,સાલસા ડાન્સ આર્ટ એન્ડ ક્રાફ્ટ, માટીકલા, જ્વેલરી મેકિંગ, સોશિયલ મીડિયા, ફોટોગ્રાફી તથા ગાર્ડનિંગ જેવી પ્રવૃત્તિઓ અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.
The Kankaria Carnival is back with a bang! Get ready for 7 days of non-stop excitement featuring new and thrilling activities, a world record attempt, a grand parade and much more. A perfect blend of knowledge and entertainment awaits you from December 25–31. Don’t miss the… pic.twitter.com/Y8W3Mh7365
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 21, 2024
કાંકરિયા કાર્નિવલમાં મનોરંજનની ભરમાર
નગરજનો દરરોજ સવારના સમયે પ્રાણાયામ મેડીટેશન યોગા એરોબિક જુમ્બાનો લાભ લઈ શકશે.
કાંકરિયા પરિસરમાં અમદાવાદની સ્વાદ પ્રિય જનતા માટે ફૂડ કોર્ટ અને ફરી માર્કેટ હેન્ડીક્રાફ્ટ બજાર ઉભું કરાશે
લોકોના આકર્ષણ રૂપે દરરોજ લાઈટ એન્ડ સાઉન્ડ શો લેઝર શો તેમજ વીઆર શોનું આયોજન
સીટી પ્રાણી સંગ્રહાલય, નોક્ટનર્લ ઝુ, બાલવાટિકા, બટરફ્લાય ગાર્ડન, નગીના વાડી, મ્યુઝિકલ ફાઉન્ટેન તથા વિવિધ ક્રિએશન એક્ટિવિટીઝ એકવેરિયમની મજા માણી શકશે.
જગલર સ્ટ્રીટ વોકર્સ, લાઈવ કેરેક્ટર વગેરે મુલાકાતિઓનું મનોરંજન કરશે અને ખાસ નાના બાળકો તેમની સાથે ફોટો પડાવવાની મજા માણી શકશે.
કાર્નિવલ દરમિયાન સાથે દિવસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે
કાંકરિયા પરિસરમાં જુદા-જુદા સ્થળોએ મેડિકલ ટીમ સહિતની મેડિકલવાનની વ્યવસ્થા
વીખુટા પડી ગયેલા બાળકો માટે લોસ્ટ એન્ડ ફાઉન્ડ દેશની વ્યવસ્થા
સુરક્ષાના હેતુસર અલગ-અલગ જગ્યાઓ પર સીસીટીવી કેમેરા, કંટ્રોલરૂમ, જરૂરી પોલીસ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ તૈનાત