અમદાવાદ: 6000 કરોડના કૌભાંડી BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાને લઈને મોટા સમાચાર મળ્યાં છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે ભુપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જમીનને ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધા પછી, હાઇકોર્ટમાં ભુપેન્દ્રસિંહ ઝાલા એ અરજી દાખલ કરી છે. હવે ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવશે
કોર્ટમાં થઈ જબરદસ્ત દલીલો: 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવતા BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, ત્યારે સુનાવણી દરમિયાન ગ્રામ્ય કોર્ટે CID ક્રાઈમને સવાલ કર્યો હતો 6 હજાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો ? આ સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં કહ્યું કે, અત્યાર સુધી BZ કૌભાંડમાં 307 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે, આ સાંભળી કોર્ટે સવાલ કર્યો કે 6 હજાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો ? આના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે" હજુ તો પ્રાથમિક તપાસ ચાલુ છે આ તપાસ દરમિયાન 307 કરોડના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે".
ભુપેન્દ્રસિંહ ઝાલાને લઈને ચોંકાવનારા ખુલાસા: આ મામલે ગાંધીનગર સીઆઇડી ટીમ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનો કૌભાંડ આચાર્યું હતું. ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે BZના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા કોઈપણ પ્રકારના લાયસન્સ ધરાવતા નથી. ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાધીરનારનું જ એક માત્ર લાયસન્સ છે .આ લાયસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે.
ભુપેન્દ્રસિંહ ઝાલાએ કોઈપણ લાયસન્સથી પરમિશન વગર કયાં કંપનીઓ ઉભી કરી છે અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાયું છે, આ રોકાણ કરાવવા માટે એજન્ટો પણ અપોઇન્ટ કરવામાં આવ્યા હતા. આ BZ ગ્રુપ દ્વારા વિદેશની ટૂર ,દેશમાં પ્રવાસ પેમેન્ટ, વૈભવી કારની લાલચ, આઈફોન જેવી વસ્તુઓ કમિશન પેટે ગિફ્ટ આપી રોકાણકારોને વધુ આકર્ષક માટે લાલચ આપવામાં આવતી હતી.
જેની સામે સરકારી વકીલે આગળ જણાવ્યું હતું કે BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા વોલ્વો અને મર્સિડીઝ જેવી મોંઘી દાટ ગાડીઓ પણ પરચેસ કરવામાં આવી હતી. વર્ષ 2022થી 2024 સુધી પોતાના અને પરિવારના નામ પર 225 સ્થાવર મિલકત ખરીદી છે. જેની બજારમાં કિંમત 30 થી 33 કરોડ માનવામાં આવી રહી છે, તદુપરાંત સરકારે બજેટ કૌભાંડ મામલે 49 રેકોર્ડ કોર્ટમાં સબમિટ કર્યો છે.