નવસારી: ગુજરાતના નવસારી જીલ્લામાં એક આઘાતજનક ધટના સામે આવી છે. જેમાં દાંડી બીચ પર રજાઓ માણવા આવેલા રાજસ્થાનના એક પરિવારના ચાર સભ્યો દરિયામાં તણાઈ ગયા હતા, જ્યારે બે લોકોને બચાવી લીધા હતાં. એવું કહેવાય છે કે રાજસ્થાનના ત્રણ અલગ-અલગ પરિવારના લોકો અહીં પિકનિક મનાવી રહ્યા હતા ત્યારે તેઓ દરિયાની ભરતીમાં તણાઈ ગયા હતા. તેમજ ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
ગુજરાતના દાંડી બીચ પર રાજસ્થાનથી ફરવા ગયેલા એક જ પરિવારના 6 સભ્યો ડૂબી ગયા હતા - DANDI BEACH NAVSARI GUJARAT - DANDI BEACH NAVSARI GUJARAT
ગુજરાતના નવસારી જીલ્લાના દાંડી બીચ પર રાજસ્થાનથી ફરવા આવેલા એક જ પરિવારના છ લોકો ડૂબી ગયા હતા, જેમાંથી બે વ્યક્તિને બચાવી લેવાયા છે. અને ચાર વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે, Four Rajasthanis drowned in Dandi
Published : May 13, 2024, 10:01 AM IST
તે જ સમયે દરિયાની ભરતીમાં ફસાયેલો પરિવાર રાજસ્થાનના ભીલવાડાથી નવસારીના દાંડી બીચ પર ફરવા આવ્યો હતો. રાજસ્થાની પરિવારના છ સભ્યોમાંથી બે સભ્યોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે એક પુરુષ, બે બાળકો અને અન્ય એક યુવતી દરિયામાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો અને તરવૈયાઓ તેમજ નવસારી ફાયર વિભાગના કર્મચારીઓ અને જલાલપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. દરિયામાં ગુમ થયેલા રાજસ્થાની પરિવારના ચાર સભ્યોની શોધખોળ ચાલી રહી છે.