રાજકોટ:શહેરના તણસવા ગામ નજીક આવેલ કારખાનામાં મજૂરના 7 બાળકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી. બાળકોની તબિયત ખરાબ થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમાંથી 4 બાળકોનું મોત થયું હોવાની માહિતી મળી છે. આ ઘટના બાદ રાજકોટ જિલ્લા કલેકટર ઉપલેટા ખાતે દોડી પહોંચ્યા હતા અને સમગ્ર બાબતને લઈને વિવિધ ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ અને પૂછતાછ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા ચાર બાળકોના મોત થયા હોવાની માહિતી મળી છે, જ્યારે કલેક્ટર હજી સુધી માહિતી કોઈ ચોક્કસ માહિતી આપી રહ્યા નથી. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે, જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે".
રાજકોટના ઉપલેટામા ચાર બાળકોના મોત, જિલ્લા કલેક્ટ પહોંચ્યા ઘટના સ્થળ પર પહોચ્યા - Death of 4 children in Upaleta - DEATH OF 4 CHILDREN IN UPALETA
રાજકોટના તણસવા ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતાં મજૂરોના 7 જેટલા બાળકોની તબિયત લથડી. જેમાંથી 4 બાળકોની મોત થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ હોસ્પિટલમાં જિલ્લા કલેકટર દોડી આવ્યા હતા. Death of 4 children in Upaleta
તણસવા ગામ નજીક આવેલ કારખાનામાં કામ કરતાં મજૂરોના 7 જેટલા બાળકોની તબિયત લથડી (Etv Bharat Gujarat)
Published : Jun 23, 2024, 6:02 PM IST
વધુમાં તેમણે જણાવ્યું કે, આ બાળકો 3 અલગ અલગ કારખાનામાં રહે છે, જય આઅ ઘટના બની છે. તેમનું કહેવું છે કે બાળકોની તબિયત ખરાબ થવાનું કારણ પીવાનું પાણી હોઈ શકે છે. ઉત્તમ ડોકટરોની ટીમને અહી બોલાવવામાં આવ્યા છે. હાલ ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે.