અમદાવાદઃઅમદાવાદમાં અલગ-અલગ તમામ કલ્ચરને હંમેશા આવકાર મળ્યો છે, તેમાં પણ ફૂડની વાત આવે ત્યાં અમદાવાદમાં સૌરાષ્ટ્ર, મુંબઈ જ નહીં સાઉથ ઈન્ડિયન અને ચાઈનીઝથી માંડી અમેરિકી, મેક્સિકન ફૂડને પણ એટલું જ લોકો પસંદ કરે છે. ફૂડ માટે અહીંના લોકોમાં સતત આતુરતા જોવા મળી છે. નવા સ્વાદની વાત આવે અને અમદાવાદીઓમાં તેને ટેસ્ટ કરવાની થનગનાટ ના થાય તેવું ના બને. અમદાવાદમાં ભોજન પ્રેમીઓનો સાત્વિક વાનગી મેળો 28 થી 31 ડિસેમ્બર દરમિયાન, સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાશે. વર્ષ - 2024ના ફેસ્ટિવલમાં વાનગીઓના મહોત્સવમાં ગરમ વાનગીના કુલ 60 સ્ટોલ છે, જેમાં 400 થી પણ વધારે પારંપરિક વાનગીઓ પીરસવામાં આવશે. દરેક સ્ટોલમાં બે વાનગીઓ હલકા ધાન્યમાંથી બનાવવામાં આવેલી છે. આ મહોત્સવનો ઉદ્દેશ વિસરાતા જતા અપ્રચલિત અનાજ અને વિસરાતી જતી આપણી પારંપરિક વાનગીઓને લોકભોગ્ય બનાવવાનો છે.
મોટી હોટલ્સ નહીં પણ આ લોકોને પ્રાધાન્ય
આ ફેસ્ટિવલમાં કોઈ મોટા કેટરર્સ કે વ્યવસાયિક હોટલવાળાને સ્ટોલ આપવામાં આવ્યા નથી, પરંતુ ગૃહિણીઓ અને ગામડાના ખેડૂતો, SHG ને સ્ટોલ આપવામાં આવ્યા છે.
અમદાવાદમાં 4 દિવસ આ ફૂડના કુંભમેળામાં માણો વિસરાતી વાનગીઓની લિજ્જત (Etv Bharat Gujarat) આ ફેસ્ટિવલ એ ગામડાના ગરીબ લોકોના સમૃદ્ધ આહાર વારસાને વાચા આપે છે. શહેરના લોકો પાસે પૈસા ભલે હોય, પરંતુ તેમાં આહારની વિવિધતા નથી. જ્યારે ગામડાના લોકો પાસે પૈસા નથી પરંતુ તેમનો ખોરાક સમૃદ્ધ છે ! આહાર વિવિધતા, જૈવ વિવિધતાની ઉજવણીનો આ મહોત્સવ છે. અહીં ગરમ વાનગીઓના સ્ટોલમાં મેદો, ચીઝ, પનીર, સોડા, કોઈપણ પ્રકારના ફૂડ પ્રિઝર્વેટીવ, માયોનીજ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો નથી. સંપૂર્ણ સાત્વિક પદાર્થો વડે વાનગીઓ બને તે માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સરકારી સહાય, લોક સહભગીથી થાય છે સાત્વિક ફૂડ ફેસટિવલ
સૃષ્ટિ ઇનોવેશન દ્વારા કોઈપણ પ્રકારની સરકારની મદદ વગર લોક ભાગીદારીથી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં 90 વેરિફાઈડ ખેડૂતો પોતાની ઓર્ગેનિક ખેત પેદાશો વેચવા માટે આવશે. જેમાં ઓર્ગેનિક સિંગતેલ, કચરિયું,આમળા, મિલેટ, કઠોળ, મસાલા, વન્ય પેદાશો સહિત 150થી વધારે ઉત્પાદનો ખેડુતો દ્વારા વેચાણ થશે.
આ સાથે નાના પાયે પોતાના વ્યવસાયની શરૂઆત કરનાર મહિલા ઉધમીઓને સાત્ત્વિક અને હર્બલ ઉત્પાદનો માટે પણ ટેબલ સ્પેસ આપવામાં આવેલી છે. શહેરમાં ઓર્ગેનિક પ્રોડક્ટનો વ્યવસાય કરતા કેટલાક વ્યવસાયિકોને પણ સ્ટોલ આપવામાં આવ્યા છે.
રોજબરોજના જીવનમાં આપણે ઇન ઓર્ગેનિક પદાર્થો અને અને ફાસ્ટ ફૂડ ખાવા સહજ રીતે ટેવાઈ ગયા છીએ ત્યારે આ સાત્વિક મહોત્સવએ આપણને વિસરતા ખાદ્ય વારસાને પુનઃ યાદ અપાવે છે.
22માં સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ થશે
બાળકો માટે અનેક રચનાત્મક પ્રવૃતિઓનું આયોજન હાથ ધયું છે. જેમાં વિવિધ ક્રાફટ, સુથારીકામ, ઝાડુ બનાવવું, પેપર વર્ક, ચિત્ર કામ, ગીત સંગીત, કુંભારી કામ, દેશી રમતો, સાપ સીડી, ક્વિઝ, ઈનોવેશન પ્રદર્શન, બાળકોના મૌલિક વિચારોની હરીફાઈ જેવી અનેક પ્રવૃતિઓનું આયોજન હાથ ધર્યું છે.
આ ફૂડ ફેસ્ટિવલમાં સોમવારે સાંજે આયુર્વેદ ઉપર આયુર્વેદાચાર્ય દ્વારા સાત્વિક આહાર થકી નિરોગી રહેવા માર્ગદર્શન પૂરું પાડશે.
અમદાવાદમાં 28 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે ફૂડનો કુંભમેળો (Etv Bharat Gujarat) સૃષ્ટિ સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં કઈ વિશિષ્ટ વાનગીઓ હશે
- વાનગી મહોત્સવમાં નીચેની વાનગીઓનો સ્વાદ માણવા મળશે. આ વર્ષે પરંપરાગત વાનગીઓમાં
- લીલી હળદરનું શાક, પાંચ ધાન્યનો રોટલો, સાત ધાન્યનો ખીચડો,
- ખજૂર નું શાક, લીલા ચણાનું શાક, રીંગણનો ઓળો અને બાજરી, મકાઈ જુવાર ના રોટલા, ટુકડ કઢી, પાનકી, લીટી ચોખા
- થાળી પીઠ, રતાળુ પેટીસ, સોયાબિલ ચા, સુરતી ઉંબાડિયું
- ખજૂર અંજીરની વેઢમી, જુવાર પાંખની ટિક્કી, બાજરા નો ખીચડી, સરગવાનો સૂપ, મકાઈની રાબ, કેળા અને ઓટ ની બ્રાઉની, મહુડાના લાડુ, નારિયેળની રબડી, મિલેટ માલપુઆ, ચાપડી તાવો
- રસાવાળા મુઠીયા, રાગીના ગુલાબ જાંબુ, રાગીની ઇડલી, ઉંબાડિયું ,
- કુંવારપાઠુ ના ફૂલનું શાક, ઉમરના ફળનું શાક
- ડાંગી થાળી, રાગી લાડુ, રાગીની ટિક્કી ચાટ , મોરિયાના દહીંવડા,
- ચિલની ભાજી ના પરોઠા, રાજગરાની સુખડી, પાલખની જલેબી,
- સિઘોડા ચાટ, આવી અનેક વાનગીઓ શહેરમાંથી પચાસ લોકો આ સ્વાદ માણશે.
2024ના સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં વાનગીઓની મહત્વની બની
સૃષ્ટિ સંસ્થા દ્વારા વિસરાતી વાનગીઓની વિશિષ્ટ હરીફાઈનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વિસરાઈ રહેલી વાનગીઓને પુનઃ લોકભોગ્ય બનાવવાના ખાસ હેતુથી આ હરીફાઈ યોજાઈ રહી છે. સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં આપણે ઘઉં ચોખા અને મકાઈથી વિશેષ કોઈ અનાજ ખાતા નથી! ત્યારે આ હરીફાઈમાં હલકા અનાજ ઉપરાંત પ્રચલિત અને વિશિષ્ટ ફૂડ ફોર્મ્યુલેશનને પ્રોત્સાહિત કરવામાં આવશે. શહેરમાંથી આ હરીફાઈમાં 60 જેટલી બહેનો ભાગ લીધો હતો.
- કેમેરામાં કેદ ના થયું હોત તો કોઈ માનતું નહીંઃ નવસારીની આ સોસાયટીમાં જોવા મળ્યું દુર્લભ વનેચર
- અટલ બિહારી વાજપેયીની આ તસવીરો તમે ભાગ્યે જ જોઈ હશેઃ જન્મ જયંતિએ જુઓ આ ફોટોગ્રાફરનું કલેક્શન