સુરત: સિંગણપોરની નંદનવન સોસાયટીમાં રમી રહેલા પાંચ વર્ષીય બાળકને સ્કૂલવાનના ચાલકે ગાડી રિવર્સ લેતી વખતે અડફેટે લેતાં તેનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સિંગણપોર પોલીસે સ્કૂલવાન ચાલકને પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
સિંગણપોરમાં સ્કુલ વાને રીવર્સ લેતા અડફેટમાં પાંચ વર્ષના બાળકનું મોત - five year old child died - FIVE YEAR OLD CHILD DIED
સુરતના સિંગણપોરની નંદનવન સોસાયટીમાં રમી રહેલા પાંચ વર્ષીય બાળકને સ્કૂલવાનના ચાલકે ગાડી રિવર્સ લેતી વખતે અડફેટે લેતાં તેનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પીડિતના ઘરમાં આશરે 10 વર્ષ પછી સંતાનનો જન્મ થયો હતો. બાળકના મૃત્યુના સમાચાર સાંભળતા પરિવારજનોમાં શોકનો માહોલ છે. જાણો. five year old child died
Published : Aug 8, 2024, 5:19 PM IST
ઘટના સ્થળે જ મોત નીપજ્યું:સિંગણપોર વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા પારસભાઈ નારીગરા હીરા મજૂરી કામ કરી પત્ની તેમજ એકના એક પાંચ વર્ષીય પુત્ર શ્લોકનું ભરણપોષણ કરે છે. બુધવારે બપોરે શ્લોક ઘરના આંગણે રમી રહ્યો હતો. તે દરમિયાન ચોકબજાર ખાતે આવેલી શારદા સ્કૂલના ઈકો ગાડી ચાલક સંજય પટેલ નંદનવન સોસાયટીમાં વિદ્યાર્થીઓને લેવા માટે આવ્યો હતો. ત્યારે સંજય પટેલ ઈકો ગાડી રિવર્સ લઈ રહ્યો હતો. તે સમયે સંજયે સોસાયટીમાં રમી રહેલા શ્લોકને અડફેટે લેતાં ગંભીર ઈજાને પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઘરમાં આશરે 10 વર્ષ પછી સંતાનનો જન્મ થયો હતો:પારસભાઈના ઘરમાં આશરે 10 વર્ષ પછી સંતાનનો જન્મ થયો હતો. તેના એકના એક પુત્ર શ્લોકનું અકાળે મોત થતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આ બનાવ અંગે સિંગણપોર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઈકો ગાડીના ચાલક સંજય ભગુભાઈ પટેલ જેની ઉમર 45 વર્ષ છે અને હાલ તે ઉદગાવાડ કતારગામ દરવાજા રહે છે, આ વ્યક્તિની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.