અમરેલી:જિલ્લા સહિત સમગ્ર દેશ અને રાજ્યમાં દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે સાવરકુંડલામાં આવેલા બસ સ્ટેન્ડ નજીક ભંગારના ડેલામાં આગ ફાટી નીકળી હતી જેને લઇને અફરાતફરીનો માહોલ મચી ગયો હતો.
ભંગારના ડેલામાં આગ લાગી: સાવરકુંડલા શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર ભંગારના ડેલા આવેલા છે અને આ ડેલામાં મોટાભાગનો ભંગારનો માલ પડેલો હોય છે. લોખંડ તેમજ અન્ય વસ્તુઓ પણ પડી હોય છે. ત્યારે રાત્રિના સમયે અચાનક બસ સ્ટેન્ડ નજીક આગ લાગી હતી. આગનો ધુમાડો દેખાઇ આવતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
સાવરકુંડલામાં બસ સ્ટેન્ડ પાસે ભંગારના ડેલામાં આગ લાગી (Etv Bharat gujarat) ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લીધી: બસ સ્ટેન્ડ નજીક પાસે આવેલા ભંગારના ડેલામાં ભીષણ આગ લાગતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે 7 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી હતી તેની સાથે ટાઉન પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ PGVCLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, આગ લાગવાથી કોઇ મોટી જાનહાનિ થઇ નહોંતી પરંતુ લાખો રુપિયાનો માલ બળી ગયો હતો. ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી.
આગને લીધે લોકોમાં ભયનો માહોલ:સાવરકુંડલા શહેરમાં એક તરફ ઇંગોરિયા યુદ્ધ ચાલી રહ્યું હતું તે બાજુ અચાનક આગ લાગવાના સમાચાર આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. આગને જોતા લોકો ડરી ગયા હતા. ત્યારે ફાયર વિભાગે આગને કાબૂમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આ પણ વાંચો:
- રાજકોટમાં હિટ એન્ડ રનના બે બનાવ, 10 થી વધુ વાહન ચાલકોને ઈજા
- આલ્કોહૉલ ડિટેક્શન ડોગ ‘આદ્રેવ’ની મદદથી ગુજરાતનો સૌ પ્રથમ પ્રોહિબિશન કેસ રાજકોટમાં નોંધાયો